સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના સોંદરડા GIDCમાં લોખંડનું હેવી એંગલ ધસી પડતાં પશુપાલકનું મોત

જૂનાગઢના સોંદરડા GIDCમાં લોખંડનું હેવી એંગલ ધસી પડતાં પશુપાલકનું મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. કારખાનાના ખુલ્લા પ્લોટમાં લોખંડનું હેવી એંગલ અચાનક ધસી પડતાં 40 વર્ષીય પશુપાલક બટુક મુળુભાઈ કોડિયાતર અને એક ભેંસનું મોત થયું છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બટુક કોડિયાતર ઘટનાસ્થળે ભેંસ ચરાવી રહ્યા હતા. તે સમયે નિર્માણાધીન સેડનું લોખંડનું એંગલ તેમના પર પડ્યું. સીસીટીવી ફૂટેજમાં યુવક ભેંસ પાછળ દોડતો અને અચાનક લોખંડનું એંગલ પડતું જોઈ શકાય છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.