મુંબઈમાં ફિલ્મમેકર જે.પી. દત્તાએ દિવાળી નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અર્જુન કપૂર, સારા અલી ખાન, રાશા થડાની, જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ સહિતના કલાકારોએ પાર્ટીમાં ભાગ લીધો હતો.
સિંગર કનિકા કપૂરે છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ આ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણે લહેંગા પહેર્યો હતો અને ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી.
સારા અલી ખાન લાલ રંગના પરંપરાગત પોશાકમાં પાર્ટીમાં આવી હતી. અર્જુન કપૂરે શેરવાની કુર્તા અને ટ્રાઉઝર પહેર્યા હતા. અરબાઝ ખાને પત્ની શૂરાનો હાથ પકડીને ફોટોગ્રાફર્સ સામે પોઝ આપ્યો હતો. રકુલ પ્રીત સિંહ તેના પતિ જેકી ભગનાની સાથે પહોંચી હતી. વરુણ ધવને શોર્ટ બ્લેક કુર્તો પહેર્યો હતો. રાશા થડાનીએ સિલ્વર સાડી પહેરી હતી. ઈશા દેઓલ તેના પૂર્વ પતિ ભરત તખતાની સાથે પાર્ટીમાં આવી હતી.
આ ઉપરાંત મુંબઈમાં દિવાળી નિમિત્તે અન્ય ઘણી પાર્ટીઓ પણ યોજાઈ હતી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગુરુવારે રાત્રે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સની પાર્ટીમાં પણ સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. ફિલ્મ 'દૃશ્યમ'ની સફળતાની ઉજવણી સાથે યોજાયેલા દિવાળી સેલિબ્રેશનમાં પણ સેલેબ્સ હાજર રહ્યા હતા. ફિલ્મ પ્રોડ્યૂસર રમેશ તૌરાનીએ મંગળવારે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાન, બોબી દેઓલ, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.