સત્ય. સાહસ. સંકલ્પ.

જોલી એલએલબી 4માં અક્ષય કુમાર નહીં, અરશદ વારસી પર મેકર્સનો ભરોસો

જોલી એલએલબી 4માં અક્ષય કુમાર નહીં, અરશદ વારસી પર મેકર્સનો ભરોસો

બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘જોલી એલએલબી’નો ચોથો ભાગ આવી રહ્યો છે. આ વખતે આ ફ્રેન્ચાઇઝીમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. ચર્ચા એવી છે કે ચોથા ભાગમાં અક્ષય કુમાર જોવા મળશે નહીં.

અક્ષય કુમારે ‘જોલી એલએલબી 3’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ જ ફિલ્મમાં અરશદ વારસીની પણ દમદાર વાપસી થઈ હતી. બંનેની ઓનસ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમી હતી. ‘જોલી એલએલબી 3’ની સફળતા પછી મેકર્સે ચોથા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વેરાયટી ઈન્ડિયાના અહેવાલ મુજબ, ‘જોલી એલએલબી 4’માં અક્ષય કુમાર પરત ફરતા નથી. આ ફિલ્મનું નિર્દેશન ઉમેશ શુક્લા કરશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2027માં શરૂ થવાની શક્યતા છે.

મેકર્સે ચોથા ભાગમાં ફરી એક વાર અરશદ વારસીને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં તેઓ ફરી એક વાર એડવોકેટ જગદીશ ત્યાગીની ભૂમિકામાં જોવા મળશે.

‘જોલી એલએલબી 3’માં અરશદ વારસી અને અક્ષય કુમાર ઉપરાંત અમૃતા રાવ, સૌરભ શુક્લા, હુમા કુરેશી, સીમા બિસ્વાસ અને ગજરાજ રાવ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં હતા. જો કે, આમાંથી કોઈ કલાકાર નવા ભાગમાં પોતાનું પાત્ર ફરી ભજવશે કે નહીં, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નોંધનીય છે કે મેકર્સે ‘જોલી એલએલબી 4’ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી આ બધી માહિતી હાલમાં મીડિયા અહેવાલો પર આધારિત છે.