સત્ય. સાહસ. સંકલ્પ.

જિયો પ્લેટફોર્મ્સના IPOને એક કરોડ અરજીઓ, વિશ્વ વિક્રમ

જિયો પ્લેટફોર્મ્સના IPOને એક કરોડ અરજીઓ, વિશ્વ વિક્રમ

મુકેશ અંબાણીની જિયો પ્લેટફોર્મ્સના IPOને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ અરજીઓ મળી છે. ઇશ્યુ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી હતા ત્યારે જ આ આંકડો પાર થઈ ગયો હતો. આ સાથે જિયોના IPOએ વિશ્વમાં સૌથી વધુ અરજીઓ મળનારા IPOનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ આ વિક્રમ વારી એનર્જીઝના નામે હતો, જેને અંદાજે 97 લાખ અરજીઓ મળી હતી. ભારતમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને BCCLને પણ અંદાજે 90 લાખ અરજીઓ મળી હતી.

જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકારોએ ભારે રસ દાખવ્યો છે. હજુ બિડિંગ ચાલુ હોવાથી અરજીઓની સંખ્યા વધુ વધી શકે છે અને નવો વૈશ્વિક વિક્રમ બની શકે છે.

IPO પહેલા જ દિવસે, 21 ઑક્ટોબરે, 3.02 ગણો ભરાઈ ગયો હતો. 19.75 કરોડ શેરોની સામે 59.68 કરોડ શેરોની માંગ આવી હતી. બીજા દિવસની શરૂઆતમાં સંસ્થાકીય રોકાણકારોની ભારે બિડિંગને કારણે આ આંકડો 3.50 ગણાથી પણ વધુ થઈ ગયો હતો.