રિલાયન્સ જિયોના મેગા IPO માટે મોટા સંસ્થાકીય રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPO સબસ્ક્રિપ્શન માટે સત્તાવાર રીતે ખુલે તે પહેલાં જ અંદાજે ₹2.5 લાખ કરોડના રોકાણની ઉત્સુકતા સામે આવી છે.
આ રોકાણકારોમાં સિંગાપોર, નોર્વે, અબુધાબી અને કતારના સરકારી ફંડ્સ તેમજ બ્લેકરોક (BlackRock), ફિડેલિટી (Fidelity) અને કેપિટલ ગ્રૂપ (Capital Group) જેવી વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સામેલ છે.
ભારતમાંથી LIC, SBI મ્યુચ્યુઅલ ફંડ અને HDFC મ્યુચ્યુઅલ ફંડ જેવી અગ્રણી સંસ્થાઓએ પણ આ ઇશ્યૂમાં રસ દાખવ્યો છે. દેશની ટોચની 10 મ્યુચ્યુઅલ ફંડ્સ અને ટોચની 5 વીમા કંપનીઓ પણ જિયોના IPOમાં ભાગ લેવા માટે ઉત્સુક છે.
જિયો હવે માત્ર ટેલિકોમ સેવાઓ સુધી સીમિત નથી. કંપની ઇન્ટરનેટ બ્રોડબેન્ડ, ક્લાઉડ ટેકનોલોજી, ડિજિટલ મનોરંજન અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સમાં ઝડપથી વિસ્તરી રહી છે. તેથી રોકાણકારોને કંપનીના સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમમાં ભાગીદારી મળશે.
કંપનીએ શેર દીઠ ₹1,065 થી ₹1,119નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ ભાવ બધા રોકાણકારો માટે સમાન રહેશે.
જિયો પ્લેટફોર્મ્સનો આ IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. રોકાણકારોને બિડિંગ માટે ત્રણ દિવસનો સમય મળશે.