સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં જિયો વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે મોખરે, વાયરલેસ ગ્રાહકો 3.41 કરોડ

ગુજરાતમાં જિયો વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે મોખરે, વાયરલેસ ગ્રાહકો 3.41 કરોડ

TRAIના ઓગસ્ટ-2026ના આંકડા મુજબ, ગુજરાતમાં રિલાયન્સ જિયો વાયરલેસ અને વાયરલાઇન બંને ક્ષેત્રે અગ્રણી સ્થાને છે. રાજ્યમાં જિયોના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે, જે બજારમાં 46.18% હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ મહિનામાં જિયોએ 2.11 લાખ નવા વાયરલેસ ગ્રાહકો ઉમેર્યા, જે ગુજરાતમાં સૌથી વધુ છે.

જિયોનો VLR રેશિયો 101.35% રહ્યો, જે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો દર્શાવે છે. TRAIની પદ્ધતિમાં 100%થી વધુ VLR રેશિયો માન્ય છે, કારણ કે તેમાં અન્ય સર્કલમાંથી આવેલા રોમિંગ ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.

વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ મોખરો જાળવ્યો છે. ઓગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો, જે 49.81% બજાર હિસ્સો છે. આ મહિનામાં જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યા, જે રાજ્યમાં સૌથી વધુ છે.

ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA)માં પણ જિયોનો વધારો ચાલુ છે. 5G FWA ગ્રાહકો 4.87 લાખ થયા, જેમાં ઓગસ્ટમાં 6,054 નવા જોડાણો ઉમેરાયા. UBR FWAમાં 16,540 નવા જોડાણો સાથે કુલ ગ્રાહક આધાર 3.67 લાખ પર પહોંચ્યો.

આમ, TRAIના તાજા આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં જિયોનું વર્ચસ્વ વાયરલાઇન, વાયરલેસ અને ફિક્સ્ડ વાયરલેસ – ત્રણેય ક્ષેત્રોમાં યથાવત્ છે.