સત્ય. સાહસ. સંકલ્પ.

જિયોની ઑફર: ₹399 રિચાર્જ પર 12 મહિના કેન્વા પ્રો મફત, કોઈ છુપો ચાર્જ નહીં

જિયોની ઑફર: ₹399 રિચાર્જ પર 12 મહિના કેન્વા પ્રો મફત, કોઈ છુપો ચાર્જ નહીં

રિલાયન્સ જિયોએ કેન્વા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ જિયોના કેટલાક પ્રીપેડ પ્લાન લેતા ગ્રાહકોને 12 મહિના સુધી કેન્વા પ્રો અથવા કેન્વા પ્રો લાઇટનું મફત સબસ્ક્રિપ્શન મળશે. કંપનીના જણાવ્યા મુજબ આ ઑફરમાં કોઈ વધારાનો છુપો ચાર્જ લેવાશે નહીં.

₹399 અને ₹349 પ્લાન પર શું મળશે

જિયોના ₹399 પ્લાન પર 12 મહિનાનું કેન્વા પ્રો સબસ્ક્રિપ્શન મળશે. જ્યારે ₹349 પ્લાન સાથે 12 મહિના માટે કેન્વા પ્રો લાઇટ સબસ્ક્રિપ્શન અપાશે. આ ઉપરાંત, ₹349થી વધુ કિંમતના એવા તમામ પ્રીપેડ પ્લાન, જેમાં દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળે છે, તેના પર પણ કેન્વા પ્રો લાઇટ મફત આપવામાં આવશે.

ફ્રી સબસ્ક્રિપ્શન મેળવવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટફોનમાં MyJio એપ ખોલીને ઑફર સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તેઓ કેન્વા પર ડિઝાઇનિંગ અને અન્ય ક્રિએટિવ કામ કરી શકશે.

કેન્વા પ્રો અને પ્રો લાઇટમાં શું મળે છે

બંને સબસ્ક્રિપ્શનમાં પ્રીમિયમ ટેમ્પલેટ્સ, ફોટા, વીડિયો અને ફોન્ટ્સની સુવિધા મળે છે. સાથે જ ફોટા અને વીડિયાનું બેકગ્રાઉન્ડ એક ક્લિકમાં હટાવવાનું ટૂલ, પ્રિન્ટ-રેડી એક્સપોર્ટ, મેજિક રિસાઇઝ અને મેજિક ઇરેઝર જેવા પ્રીમિયમ ફીચર્સ પણ ઉપલબ્ધ રહેશે.

બંને સબસ્ક્રિપ્શન વચ્ચેના તફાવત પર નજર કરીએ તો:

બ્રાન્ડ કિટ: કેન્વા પ્રોમાં પાંચ એડવાન્સ્ડ બ્રાન્ડ કિટ મળે છે, જ્યારે પ્રો લાઇટમાં ત્રણ બેઝિક બ્રાન્ડ કિટ મળે છે.

AI ટૂલ્સ: કેન્વા પ્રોમાં કન્ટેન્ટ પ્લાનર, કેન્વા AI ચેટબોટ, AI વપરાશની વધુ મર્યાદા અને એડવાન્સ્ડ AI ટૂલ્સ મળે છે.

ક્લાઉડ સ્ટોરેજ: કેન્વા પ્રોમાં 100GB અને કેન્વા પ્રો લાઇટમાં 50GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે.

જિયો પ્લાનની વિગતો

₹399 પ્લાન: 28 દિવસની વેલિડિટી, કુલ 70GB ડેટા (દરરોજ 2.5GB હાઇ-સ્પીડ ડેટા), અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS, સાથે જિયોહોટસ્ટાર મોબાઇલ અને જિયો AI ક્લાઉડનું એક્સેસ.

₹349 પ્લાન: 28 દિવસની વેલિડિટી, કુલ 56GB ડેટા (દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા), અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS, સાથે જિયોહોટસ્ટાર મોબાઇલ અને જિયો AI ક્લાઉડની સુવિધા.