રિલાયન્સ જિયોએ તેની વર્ષગાંઠ નિમિત્તે ₹3,599 નો નવો વાર્ષિક પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન લાંબા ગાળાના રિચાર્જની ઝંઝટમાંથી છૂટકારો આપે છે. પ્લાનની માન્યતા 365 દિવસની છે, એટલે કે એક જ રિચાર્જથી આખું વર્ષ ચાલે છે.
આ પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા મળે છે, જે YouTube, Instagram, WhatsApp વિડિઓ કૉલ જેવા નિયમિત ઉપયોગ માટે પૂરતો છે. ઉપરાંત, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS નો સમાવેશ થાય છે. તેનાથી કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે વધારાના ખર્ચ નહીં થાય.
આ પ્લાનમાં JioTV, JioAICloud અને JioHotstar મોબાઇલ + હોલીવુડ સબ્સ્ક્રિપ્શન જેવી સુવિધાઓ પણ શામેલ છે. વધુમાં, 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ અને 18 મહિનાનું Google AI Pro સબ્સ્ક્રિપ્શન (કિંમત લગભગ ₹35,100) પણ મળે છે, જેમાં 5TB ક્લાઉડ સ્ટોરેજ અને AI સુવિધાઓની ઍક્સેસ છે.
જોકે, પ્લાન ખરીદતા પહેલા એ તપાસવું જરૂરી છે કે તમારા વિસ્તારમાં Jioની 5G સેવા ઉપલબ્ધ છે કે નહીં અને તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ વર્ષમાં એક જ વાર રિચાર્જ કરીને તણાવમુક્ત રહેવા માંગે છે.
રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016માં ટેલિકોમ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં મફત સિમ અને ડેટાની ઓફર સાથે તેણે બજારમાં ધમાલ મચાવી હતી. ટૂંકા સમયમાં જ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સ્થાન પામી છે. હવે તે આ વર્ષગાંઠ ઓફર લાવી છે.