દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ Reliance Jio અને Bharti Airtelના પ્રીપેડ પ્લાનમાં માત્ર ₹1નો તફાવત છે, પરંતુ બંનેમાં મળતા લાભો જુદા છે. Jioનો ₹450નો પ્લાન અને Airtelનો ₹449નો પ્લાન, બંને ટૂંકા ગાળાના છે. ચાલો, બંને પ્લાનની વિગતો અને તમારા માટે કયો વધુ ફાયદાકારક છે તે સમજીએ.
Jioનો ₹450 પ્લાન: આ પ્લાનમાં 36 દિવસની માન્યતા મળે છે. રોજના 2GBના હિસાબે કુલ 72GB ડેટા મળે છે. આ સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજના 100 SMSનો સમાવેશ થાય છે. ખાસ લાભોમાં JioHotstar મોબાઈલ સબ્સ્ક્રિપ્શન, JioAICloud પર 50GB ફ્રી સ્ટોરેજ, Google AI Pro સબ્સ્ક્રિપ્શન (જેની કિંમત ₹35,100 છે) અને અનલિમિટેડ 5G ડેટાનો સમાવેશ થાય છે.
Airtelનો ₹449 પ્લાન: આ પ્લાનમાં 28 દિવસની માન્યતા છે. વપરાશકર્તાને રોજના 4GB ડેટા મળે છે, અને 5G ડેટા પણ મળે છે, પરંતુ તેમાં 30 દિવસમાં 300GBની મર્યાદા (FUP) છે. આ પ્લાનમાં Google One, Apple Music, SonyLIV સહિત 18થી વધુ OTT પ્લેટફોર્મની ઍક્સેસ અને 12 મહિના માટે Adobe Express Premiumની ફ્રી ઍક્સેસ આપવામાં આવે છે.
કયો પ્લાન તમારા માટે સારો? જો તમે 4G વિસ્તારમાં રહો છો અને રોજનો વધુ ડેટા જોઈએ છે, તો Airtelનો પ્લાન વધુ સારો રહેશે. પરંતુ જો તમે 5G કવરેજવાળા વિસ્તારમાં હોવ અને 8 દિવસની વધારાની માન્યતા સાથે Google AI Pro સબ્સ્ક્રિપ્શન મેળવવા માંગતા હો, તો Jioનો પ્લાન પસંદ કરી શકો છો. બંને પ્લાન પોતપોતાની રીતે ફાયદાકારક છે.