રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે ₹999નો પ્રીપેડ પ્લાન ઓફર કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 98 દિવસની છે અને તેમાં દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. સમગ્ર વેલિડિટી દરમિયાન કુલ 196GB ડેટા મળે છે.
ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ ઉપરાંત, પાત્ર ગ્રાહકોને આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાની સુવિધા પણ મળે છે.
પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ સામેલ છે. એટલે કે, કૉલ કે મેસેજ માટે અલગથી રિચાર્જ કરવાની જરૂર પડતી નથી.
ડેટા અને કૉલિંગ ઉપરાંત આ પ્લાનમાં JioHotstarનું મફત મોબાઈલ સબ્સ્ક્રિપ્શન, JioTV અને JioAICloud જેવી સેવાઓનો લાભ પણ મળે છે. JioAICloud હેઠળ 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળે છે.
આ ઓફરમાં ₹35,100 કિંમતનો 18 મહિનાનો Google Gemini Pro પ્લાન, 5,000GB ક્લાઉડ સ્ટોરેજ, Nano Banana તથા અન્ય AI ફીચર્સનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, ₹1,590 કિંમતનું 12 મહિનાનું Canva Pro Lite સબ્સ્ક્રિપ્શન પણ આ પ્લાનમાં સામેલ છે.