જો તમે Jio સિમનો ઉપયોગ કરો છો, તો કંપનીનો ₹749નો પ્રીપેડ પ્લાન તમારા માટે આકર્ષક ઓફર લાવ્યો છે. આ પ્લાનમાં કોલિંગ અને ડેટા ઉપરાંત JioHotstar, Canva Pro Lite અને ક્લાઉડ સ્ટોરેજ જેવા લાભ પણ મળે છે. ચાલો જાણીએ આ પેકમાં શું શું મળે છે.
72 દિવસ મફત JioHotstar
આ પ્લાન હેઠળ 72 દિવસની વેલિડિટી સાથે મફત JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળે છે. જેમાં તમે ક્રિકેટ મેચ, વેબ સિરીઝ અને ફિલ્મોનો આનંદ માણી શકો છો.
Canva Pro Lite અને ક્લાઉડ સ્ટોરેજ
12 મહિના માટે Canva Pro Liteની મફત ઍક્સેસ મળે છે, જેનાથી તમે પોસ્ટર અને ગ્રાફિક્સ ડિઝાઇન કરી શકો છો. ઉપરાંત, JioAICloud પર 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળે છે, જ્યાં તમે ફોટા અને દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.
ડેટા અને કોલિંગ
આ પ્લાનમાં દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળે છે, સાથે 20GB વધારાનો ડેટા પણ મળે છે, એટલે કે કુલ 164GB ડેટા. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોય અને તમારી પાસે 5G સ્માર્ટફોન હોય, તો અનલિમિટેડ 5G ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો. કોલિંગમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS મોકલી શકાય છે. નેશનલ રોમિંગમાં પણ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ મફત છે.
આ પ્લાન 72 દિવસની વેલિડિટી ધરાવે છે, એટલે કે લગભગ અઢી મહિના સુધી ફરીથી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. જો તમે વધુ કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો આ પ્લાન તમારા માટે યોગ્ય છે.