સત્ય. સાહસ. સંકલ્પ.

Jioનો ₹449 ફેમિલી પ્લાન: એક સાથે ચાર SIM વાપરી શકાશે, મળશે 75GB ડેટા

Jioનો ₹449 ફેમિલી પ્લાન: એક સાથે ચાર SIM વાપરી શકાશે, મળશે 75GB ડેટા

રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે ₹449નો પોસ્ટપેડ ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં એક સાથે ચાર SIM કાર્ડ વાપરી શકાય છે. આ પ્લાન ખાસ કરીને પરિવારો માટે છે, જેઓ ઓછા ખર્ચમાં વધુ સુવિધાઓ મેળવવા માંગે છે.

આ પ્લાનમાં મુખ્ય વપરાશકર્તાને દર મહિને 75GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. ડેટા મર્યાદા પૂરી થયા પછી પ્રતિ GB ₹10નો ચાર્જ લાગે છે. આ ઉપરાંત, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે.

આ પ્લાનમાં વધુમાં વધુ ત્રણ વધારાના SIM કાર્ડ ઉમેરી શકાય છે. દરેક વધારાના SIM માટે દર મહિને ₹150નો ચાર્જ લાગે છે. આ વધારાના સભ્યોને પણ દર મહિને 5GB વધારાનો ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. મુખ્ય વપરાશકર્તા અને વધારાના SIM વપરાશકર્તાઓ - બંનેને દરરોજ 100 ફ્રી નેશનલ SMS મળે છે.

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે પ્રીમિયમ ડિજિટલ અને AI સબ્સ્ક્રિપ્શન્સ. Jio તેના ગ્રાહકોને Google AI Pro (Gemini AI Pro)નું સબ્સ્ક્રિપ્શન 18 મહિના માટે મફત આપી રહ્યું છે, જેની બજાર કિંમત ₹35,100 છે. આ ઓફર મેળવવા માટે તમારા નંબર પર ₹349 કે તેથી વધુનો સક્રિય પ્લાન હોવો જરૂરી છે.

મનોરંજન માટે, આ પ્લાનમાં JioHotstar Mobile + Hollywoodનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે. આ ઉપરાંત, ડેટા બેકઅપ અને ફાઇલ સુરક્ષા માટે JioAICloud દ્વારા 50GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળે છે.

ખાસ નોંધનીય છે કે, જો મુખ્ય વપરાશકર્તા અને આ પ્લાન સાથે જોડાયેલા તમામ વધારાના પરિવારજનો 5G સ્માર્ટફોન વાપરતા હોય, તો તેઓ દૈનિક ડેટા મર્યાદા વગર Jio તરફથી મફત અનલિમિટેડ 5G ઇન્ટરનેટ મેળવી શકે છે.