રિલાયન્સ જિયોએ ₹15નો નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 24 કલાક માટે અનલિમિટેડ 5G ડેટા મળે છે. કંપનીએ આ પ્લાન દેશના તમામ ટેલિકોમ સર્કલ્સમાં ઉપલબ્ધ કરાવ્યો છે.
આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી છે જેમને થોડા સમય માટે વધુ ડેટાની જરૂર પડે છે. સામાન્ય ડેટા એડ-ઓન પ્લાનમાં ડેટાની મર્યાદા નક્કી હોય છે, પરંતુ આ પ્લાનમાં 24 કલાક સુધી અનલિમિટેડ 5G ડેટા મળે છે.
યુઝર્સ આ પ્લાનથી 4K વીડિયો જોઈ શકે, લાઈવ સ્પોર્ટ્સની મજા લઈ શકે અને ઓનલાઈન ગેમ્સ રમી શકે છે. મોટી ફાઈલો અપલોડ કરવા કે ફોનનો ડેટા ક્લાઉડ પર બેકઅપ લેવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. મોબાઈલ હોટસ્પોટ દ્વારા લેપટોપ અને ટેબ્લેટને કનેક્ટ કરીને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ, વીડિયો કોન્ફરન્સિંગ અને ઘરેથી કામ પણ કરી શકાય છે.
ગ્રાહકો MyJio એપ અથવા Jio.com પરથી રિચાર્જ કરી શકે છે. આ ઉપરાંત રિલાયન્સ રિટેલના આઉટલેટ્સ, સ્થાનિક દુકાનો અને અન્ય રિચાર્જ પ્લેટફોર્મ્સ પરથી પણ આ પ્લાન ખરીદી શકાય છે.
ધ્યાન રાખવાની વાત એ છે કે આ પ્લાનનો લાભ લેવા માટે 5G સપોર્ટ કરતો સ્માર્ટફોન હોવો જરૂરી છે. સાથે જ જે વિસ્તારમાં તમે છો ત્યાં જિયો 5G નેટવર્કનું કવરેજ પણ હોવું જોઈએ.