સત્ય. સાહસ. સંકલ્પ.

Jioનો ₹10,000 રિચાર્જ પ્લાન: 3 વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ

Jioનો ₹10,000 રિચાર્જ પ્લાન: 3 વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ

મોબાઈલ રિચાર્જની તારીખ યાદ રાખવી અને પ્લાન પૂરો થાય તે પહેલાં ફરી રિચાર્જ કરાવવો, એ ઘણા લોકો માટે માથાનો દુખાવો છે. આ ઝંઝટ ટાળવા માટે રિલાયન્સ જિયોએ ₹10,000નો નવો પ્લાન રજૂ કર્યો છે, જે 36 મહિના એટલે કે પૂરા ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્લાન 7 નવેમ્બર, 2026થી ઉપલબ્ધ થશે. ગ્રાહકો તેને MyJio એપ, Jio.com, જિયો સ્ટોર્સ અને અન્ય રિટેલ આઉટલેટ્સમાંથી લઈ શકશે.

આ પ્લાનમાં દરરોજ 2.5GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS મળશે. સાથે અનલિમિટેડ 5G ડેટાનો પણ સમાવેશ છે, પરંતુ તે ફક્ત એવા ગ્રાહકોને મળશે જે વિસ્તારોમાં જિયોનું 5G નેટવર્ક ઉપલબ્ધ છે. આ માટે કંપનીની સામાન્ય શરતો લાગુ રહેશે.

માત્ર કૉલિંગ અને ઇન્ટરનેટ જ નહીં, આ પ્લાનમાં ડિજિટલ સેવાઓનો પણ સમાવેશ છે. ગ્રાહકોને ‘JioHotstar Mobile + Hollywood’નું સબસ્ક્રિપ્શન મળશે, જેનાથી તેઓ લાઇવ સ્પોર્ટ્સ અને પ્રીમિયમ મનોરંજન જોઈ શકશે. આ ઉપરાંત 12 મહિના માટે Canva Pro Liteનું એક્સેસ પણ મળશે, જેથી યુઝર્સ પ્રીમિયમ ટેમ્પલેટ્સ અને ડિઝાઇન ટૂલ્સનો ઉપયોગ કરી શકશે. તેમને 50GB JioAICloud સ્ટોરેજ પણ મળશે, જેમાં મહત્વપૂર્ણ ફોટા, વીડિયો અને ફાઈલો સુરક્ષિત રીતે સંગ્રહી શકાય.

જો ₹10,000ની રકમ 36 મહિનામાં વહેંચવામાં આવે તો મહિનાનો સરેરાશ ખર્ચ લગભગ ₹278 થાય છે. કંપનીનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પ્લાનના લાભો અને કિંમત યથાવત્ રહેશે. જોકે, ગ્રાહકોએ ધ્યાન રાખવું જોઈએ કે Canva Pro Lite સબસ્ક્રિપ્શન ફક્ત 12 મહિના માટે છે, પૂરા 36 મહિના માટે નહીં.