સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદથી મગફળી પલળી, આગાહી છતાં ખુલ્લામાં કેમ રાખી? સવાલો ઊભા

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદથી મગફળી પલળી, આગાહી છતાં ખુલ્લામાં કેમ રાખી? સવાલો ઊભા

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ છે. આ ઘટનાથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.

મગફળીની સિઝનમાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ હવે કમોસમી વરસાદે નુકસાન સર્જ્યું છે. યાર્ડમાં ખુલ્લા આકાશ નીચે પડેલી મગફળી વરસાદમાં પલળી જતાં મોટા પાયે નુકસાનની આશંકા છે.

આ ઘટના બાદ માર્કેટ યાર્ડ મેનેજમેન્ટની વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં મગફળીનો જથ્થો ખુલ્લામાં કેમ રાખવામાં આવ્યો, તે અંગે ચર્ચા ચાલી રહી છે.

જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેને સ્પષ્ટતા કરી છે કે હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં રાખીને યાર્ડમાં નવી આવક બપોરથી જ બંધ કરી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે વરસાદમાં પલળેલી મગફળીનો જથ્થો ખેડૂતોનો નહીં, પરંતુ વેપારીઓનો હતો. ચેરમેનના જણાવ્યા મુજબ, વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું નથી, કારણ કે આ તેમની નિયમિત પ્રક્રિયાનો ભાગ હતો.

તેમ છતાં, ખુલ્લામાં પડેલી મગફળી અને વરસાદી નુકસાનને લઈને પ્રશ્નો યથાવત છે અને ઘટનાસ્થળના દ્રશ્યો ચિંતાજનક છે.