ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા એપિસોડની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચેનો એક મજેદાર સીન જોવા મળે છે, જેને લઈને ચાહકો ખૂબ હસી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બબીતાજી ટેબલ પાસે કામ કરી રહ્યા છે અને જેઠાલાલ પોતું મારી રહ્યા છે. આ સમયે ફ્લોર પર પાણી ફેલાવાથી તે લપસણો બની જાય છે. બબીતાજીનો પગ લપસી જાય છે અને તેઓ સંતુલન ગુમાવી દે છે.
બબીતાજી પડવાનો હોય ત્યાં જ જેઠાલાલ કંઈ વિચાર્યા વગર આગળ આવી જાય છે અને તેમને જમીન પર પડતા બચાવી લે છે. આ સમયે બંને વચ્ચે ફિલ્મી સ્ટાઈલનો સીન બની જાય છે. બબીતાજી થોડા ડરી જાય છે અને જેઠાલાલનો આભાર માનતા કહે છે કે જો તમે ન હોત તો તેમને ખૂબ ઈજા થઈ શકતી હતી.
બબીતાજીને બચાવ્યા બાદ જેઠાલાલ તેમની ખબરઅંતર પૂછે છે અને આરામથી બેસવા કહે છે. બબીતાજી કહે છે કે તેઓ બહાર જઈને દીવો રાખી આવશે, પછી પોતું મારશે. જેઠાલાલ પોતાની ફની સ્ટાઈલમાં પૂછે છે કે બબીતાજી તમે પોતું કેવી રીતે કરી શકશો. બંને નિર્ણય લે છે કે બબીતાજી દીવો બહાર રાખવા જશે અને જેઠાલાલ પોતું કરશે.
જ્યારે બબીતાજી દીવાની થાળી લઈને બહાર આવે છે, ત્યારે જેઠાલાલ હાથ જોડીને ભગવાનનો આભાર માને છે. આ બધું ત્યારે થાય છે જ્યારે ઘરમાં દયાબેન હાજર નથી હોતા.
મેકર્સે શેર કરેલી આ ક્લિપને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ચાહકો જેઠાલાલની ટાઈમિંગ અને એક્સપ્રેશનના વખાણ કરી રહ્યા છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.