સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરના જેગડવા ગામનો સંપર્ક તૂટ્યો: ભારે વરસાદથી કોઝવે પર પાણી, અવરજવર ઠપ

સુરેન્દ્રનગરના જેગડવા ગામનો સંપર્ક તૂટ્યો: ભારે વરસાદથી કોઝવે પર પાણી, અવરજવર ઠપ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું જેગડવા ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું છે. ગામ તરફ જતા રસ્તા પરના કોઝવે પર નદીનું પાણી ફરી વળતાં ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રેલવે બ્રિજના નિર્માણ માટે અપાયેલું ડાયવર્ઝન ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધતાં ધોવાઈ ગયું છે. પરિણામે ડાયવર્ઝનના કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

રસ્તો બંધ થવાને કારણે જેગડવા ગામના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રોજિંદા કામકાજ પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિએ વહીવટી તંત્ર સામે પડકાર ઊભો કર્યો છે.