સત્ય. સાહસ. સંકલ્પ.

જાપાનના લોકો 80થી 90 વર્ષ સુધી સ્વસ્થ કેમ જીવે છે? જાણો મુખ્ય કારણો

જાપાનના લોકો 80થી 90 વર્ષ સુધી સ્વસ્થ કેમ જીવે છે? જાણો મુખ્ય કારણો

જાપાન વર્ષોથી દુનિયામાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવતા દેશોમાં ટોચ પર રહ્યો છે. ત્યાંના મોટાભાગના લોકો 80થી 90 વર્ષનું લાંબુ અને સ્વસ્થ જીવન સહેલાઈથી જીવે છે. આ પાછળ તેમની જીવનશૈલી અને દૈનિક આદતો મુખ્ય ભૂમિકા ભજવે છે.

જાપાની લોકો પોતાનું વાહન ચલાવવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ પસંદ કરે છે. ઘણા લોકો સાયકલ ચલાવવાનું પસંદ કરે છે, જેથી રોજિંદી કસરત પોતાની જાતે થઈ જાય છે.

તેમની ખાનગી રીત પણ સ્વસ્થ છે. ચોખા, શાકભાજી અને સી-વીડથી ભરપૂર ખોરાક શરીરને ઓમેગા-3, ફાઈબર અને પ્રોબાયોટિક્સ આપે છે. ઓછું ખાવાની તેમની આદત સ્વાસ્થ્યનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.

જાપાનની સાર્વત્રિક આરોગ્ય સંભાળ વ્યવસ્થા લોકોને રોગનું વહેલું નિદાન અને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરે છે. નિયમિત નિવારક તપાસ સરળતાથી ઉપલબ્ધ છે, જે ગંભીર રોગોને રોકવામાં મદદ કરે છે.

જાપાની સમાજમાં પરિવાર, મિત્રો અને સમુદાય સાથે જોડાયેલા રહેવાની પરંપરા છે. સામાજિક રીતે સક્રિય રહેવું અને લોકો સાથે સમય પસાર કરવો માનસિક સુખાકારી માટે મહત્વનું મનાય છે.

સ્વસ્થ જીવનશૈલીમાં ઊંઘ અને આરામનું પણ મહત્વ છે. નિયમિત ઊંઘ, કામ અને આરામ વચ્ચેનું સંતુલન તથા તણાવ ઘટાડવાની આદતો લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. લાંબુ આયુષ્ય માત્ર એક જ આદત કે ડાયટથી નક્કી થતું નથી.