જાપાનના પૂર્વીય વિસ્તારોમાં ચક્રવાતી તોફાન અને ભારે વરસાદે મોટા પ્રમાણમાં અસર કરી છે. ઇઝુ દ્વીપસમૂહ અને કાંતો વિસ્તાર તોફાનની ઝપેટમાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં ૩૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ભારે વરસાદ અને તોફાનને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તોફાનની તીવ્રતા એટલી વધુ હતી કે હવામાં ઉડતું વિમાન પણ જોરદાર હિંચકાઓ ખાતું જોવા મળ્યું, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
તોફાનની અસર માત્ર આકાશમાં જ નહીં, પરંતુ જમીન પર પણ જોવા મળી છે. ભારે પવનને કારણે રસ્તાઓ પર લોકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. પૂર્વી જાપાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાને મુશ્કેલી વધારી છે. અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત થયું છે અને હવાઈ સેવાઓ પર પણ અસર પડી છે.
જાપાનમાં હાલમાં એશિયન ગેમ્સ ચાલી રહી છે. કુદરતના આ કહેરને કારણે એશિયન ગેમ્સના કેટલાક ઈવેન્ટ્સ પર પણ અસર થવાની શક્યતા છે.