સત્ય. સાહસ. સંકલ્પ.

જાપાનનો એશિયન એનર્જી એજન્સી બનાવવાનો પ્રસ્તાવ, ભારતને થશે ફાયદો

જાપાનનો એશિયન એનર્જી એજન્સી બનાવવાનો પ્રસ્તાવ, ભારતને થશે ફાયદો

વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે જાપાને એશિયાઈ દેશો માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીએ 17 નવેમ્બર, 2026ના રોજ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલા ASEAN શિખર સંમેલનમાં 48 દેશો સમક્ષ 'એશિયન એનર્જી એજન્સી' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ એજન્સી કટોકટીના સમયમાં તેલ ભંડારની વહેંચણી માટે નિયમો બનાવશે, જેનાથી ભારત જેવા દેશોને ભાવવધારાથી બચાવી શકાશે.

જાપાનના વડાપ્રધાને જણાવ્યું કે તેઓ 1974માં તેલ સંકટ સમયે સ્થપાયેલી 'ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી' (IEA)ના તર્જ પર તેનું એશિયન સંસ્કરણ અને 'તેલ સુરક્ષા ટાસ્ક ફોર્સ' બનાવવા માંગે છે. જાપાન ઈન્ડોનેશિયા સ્થિત આર્થિક સંશોધન સંસ્થા (ERIA) સાથે મળીને આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ કે કટોકટીના સમયે સભ્ય દેશોના રાષ્ટ્રીય તેલ ભંડારમાંથી તેલ જારી કરવા અને એકબીજા સાથે શેર કરવા માટે નિયમો તૈયાર કરવાનો છે.

આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા સંકટ સર્જાયું છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી, જ્યાંથી વિશ્વનો 20%થી વધુ ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે, બ્રેન્ટ ક્રૂડના ભાવ 126 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા.

ભારત પોતાની જરૂરિયાતનું આશરે 90% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો એશિયાઈ દેશો વચ્ચે આવું સુરક્ષા કવચ તૈયાર થાય, તો ભવિષ્યમાં વૈશ્વિક સંકટ સમયે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકાશે.