સત્ય. સાહસ. સંકલ્પ.

જન્માષ્ટમી: દ્વારકાધિશ મંદિરે ભક્તોનો ધસારો, મંગળા આરતી બાદ ખુલ્લા પડદે અનઘોળ

જન્માષ્ટમી: દ્વારકાધિશ મંદિરે ભક્તોનો ધસારો, મંગળા આરતી બાદ ખુલ્લા પડદે અનઘોળ

દેવભૂમિ દ્વારકા: જન્માષ્ટમીના પાવન અવસરે આજે વહેલી સવારથી જ જગત મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. 'જય દ્વારકાધિશ'ના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું છે.

મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આરતી બાદ પ્રભુની ખુલ્લા પડદે અનઘોળ (સ્નાન વિધિ) કરવામાં આવી હતી. જન્મોત્સવને પગલે મંદિરને આકર્ષક શણગાર અને રોશનીથી સજાવવામાં આવ્યું છે.

દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આજે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મધ્યરાત્રિએ 12 વાગ્યે આરતી શરૂ થશે અને રાત્રે 2.30 વાગ્યા સુધી ભક્તો દ્વારકાધિશના દર્શન કરી શકશે.