બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે તેમની સાઉથ ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'ના ગીત 'ચુટ્ટામલ્લે' પર બનાવવામાં આવેલા AI જનરેટેડ અશ્લીલ (ડીપફેક) વીડિયો અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર નિવેદન જારી કરીને તેમણે ટેકનોલોજીના આ દુરુપયોગને જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યો છે. જાહ્નવીએ કહ્યું કે, મહિલાઓની મંજૂરી વિના આવું કન્ટેન્ટ બનાવવું તેમની ગરિમાનું ગંભીર ઉલ્લંઘન છે.
તેમણે આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા અને સમર્થન આપવા બદલ પોતાના સહ-કલાકારો જુનિયર એનટીઆર, ચિરંજીવી, વિજય દેવરકોંડા અને ખુશ્બૂનો આભાર વ્યક્ત કર્યો છે.
જાહ્નવી કપૂરે તેમના નિવેદનમાં લખ્યું કે, 'મહિલાઓને માત્ર એક વસ્તુ તરીકે દર્શાવવી અને તેમની સંમતિ વિના એડિટેડ કન્ટેન્ટ ફેલાવવું અત્યંત ગંભીર બાબત છે. આ ગુનાહિત કૃત્ય લગભગ જાતીય ઉત્પીડન સમાન છે.' તેમણે ઉમેર્યું કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ દરેક મહિલાએ કોઈ ને કોઈ રીતે આ સમસ્યાનો સામનો કર્યો છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય મહિલાઓ પણ દરેક જગ્યાએ તેનો ભોગ બની રહી છે.'
એક્ટ્રેસે મહિલાઓની પસંદગી અને તેમના શરીર પ્રત્યે સન્માન આપવાની વાત કરી. તેમણે કહ્યું કે, 'જો કોઈ મહિલા પાંચ દિવસ 'હા' કહે અને છઠ્ઠા દિવસે 'ના' કહે, તો તે 'ના'નું સન્માન થવું જોઈએ.' તેમણે ઉમેર્યું, 'મિનીસ્કર્ટ પહેરવાનો અર્થ એ નથી કે કોઈ તેના નીચે કેમેરો મૂકે અથવા તેના શરીરનો ખોટો ઉપયોગ કરે. મહિલા કઈ બાબતમાં સહજ છે અને પોતાની મર્યાદા ક્યાં નક્કી કરે છે, તેનો નિર્ણય સંપૂર્ણપણે તેનો જ હોવો જોઈએ.'
જાહ્નવીએ આગળ કહ્યું કે, 'ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ મહિલાઓને સીમાઓના ઉલ્લંઘનનો સામનો કરવો પડે છે. લોકોને માત્ર પોતાની દીકરીઓની સુરક્ષા કરવાની વાત કરવાને બદલે પોતાની વિચારસરણી બદલવી પડશે. સમાજે એવી માનસિકતા વિકસાવવાની જરૂર છે, જે લોકોને અન્ય લોકોની ગોપનીયતા અને સીમાઓનું ઉલ્લંઘન કરતા રોકે.'
જાહ્નવી કપૂરે પોતાના AI ડીપફેક વીડિયોઝ પર અગાઉ પણ નારાજગી વ્યક્ત કરી ચૂકી છે.
જાહ્નવીએ પોતાના કો-સ્ટાર જુનિયર એનટીઆરનો ખાસ આભાર માન્યો, જેણે આ વાયરલ વીડિયો વિરુદ્ધ જાહેરમાં કડક નિવેદન આપ્યું હતું. જાહ્નવીના જણાવ્યા મુજબ, મોટા સ્ટાર્સનું આવું વલણ આ પ્રકારના વર્તનથી પીડિત તમામ મહિલાઓને હિંમત આપે છે. તેમણે આ મામલે એકતા દર્શાવવા બદલ દિગ્ગજ અભિનેતા ચિરંજીવી, વિજય દેવરકોંડા અને ખુશ્બૂ સુંદરનો પણ આભાર માન્યો.
જુનિયર એનટીઆરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું, 'આ અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક અને નિંદનીય છે. જે દેશમાં મહિલાઓને માતા અને દેવી તરીકે સન્માન આપવામાં આવે છે અને 'માતૃદેવો ભવ' આપણી સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને એક મહિલાનું આ રીતે અપમાન કરી રહ્યા છે.' તેમણે મોર્ફ્ડ 'ચુટ્ટામલ્લે' વીડિયો બનાવનારાઓ અને તેને ફેલાવનારાઓને કડક ચેતવણી આપી. તેમણે લખ્યું, ''ચુટ્ટામલ્લે'નો આ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ હું શક્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરીશ. હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં.'
એક્ટરે લોકોને આવા કન્ટેન્ટને પ્રોત્સાહન ન આપવાની અપીલ કરી. તેમણે લખ્યું, 'હું લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને ન જુએ, ન શેર કરે અને ન તો તેના પર પ્રતિક્રિયા આપે. આજે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થયું છે, કાલે તમારી માતા, બહેન, પત્ની અથવા દીકરી પણ તેનો ભોગ બની શકે છે.' તેમણે ઉમેર્યું, 'આ અત્યંત ગંભીર મામલો છે. હું તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારને અપીલ કરું છું કે AIના દુરુપયોગ સામે કડક નિયમો બનાવવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.'
વિજય દેવરકોંડાએ 'ચુટ્ટામલ્લે'ના ડીપફેક વીડિયો પર નારાજગી વ્યક્ત કરતાં તેને અત્યંત ગંભીર મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, વીડિયો બનાવનારાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમને બક્ષવા ન જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, લોકો એકબીજાને નીચા દેખાડવા બાબતે આટલા અસંવેદનશીલ કેવી રીતે બની ગયા છે. તેમણે કહ્યું કે લોકોની નોકરી જવાની ચિંતા વચ્ચે AIનો ઉપયોગ આ પ્રકારની બકવાસ માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રકારના ડીપફેકને ડિજિટલ રીતે જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યું અને કહ્યું કે કાયદાએ આવા મામલાઓન