જામનગરમાં દેશી દારૂના વેચાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ગોકુલનગર વિસ્તારમાં તાત્કાલિક દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા બુટલેગર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જામનગર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)એ વાયરલ વીડિયોના આધારે ગોકુલનગરમાં દરોડો પાડ્યો અને દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સમજુબેન સિહોરાની ધરપકડ કરી. આ ઉપરાંત, આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તેમના પુત્ર મનોજ સિહોરા અને પુત્રવધૂ કાજલની પણ પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં મહિલા ખૂલ્લેઆમ દારૂનું વેચાણ કરતી હોવાનું દેખાયું હતું, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. આ ઘટનાથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.