જામનગર નજીક અલીયાબાડા પાટિયા પાસે ઈકો કાર પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કારમાં કુલ 8 લોકો સવાર હતા, જેમાંથી અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ પંચકોષી-એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણો જાણવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ જાડેજા પરિવારમાં શોકની લાગણી ફેલાવી છે. નવા વર્ષના અવસરે બનેલી આ દુર્ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.