સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ કચરો ફેંકવા બદલ મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ, બે દિવસમાં ત્રણ ડૉક્ટરો સામે કાર્યવાહી

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ કચરો ફેંકવા બદલ મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ, બે દિવસમાં ત્રણ ડૉક્ટરો સામે કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકાએ જાહેરમાં બાયોમેડિકલ કચરો ફેંકવા બદલ એક મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ ફટકાર્યો છે. અંબર ચોકડી નજીકના કચરાના પોઈન્ટ પરથી તેમનો બાયોમેડિકલ કચરો મળી આવ્યો હતો. ડૉક્ટર ઈલાબેન પુનાતરને આ દંડ કરવામાં આવ્યો છે.

આ પહેલાં પણ મહાનગરપાલિકાએ આવા જ ગુના બદલ બે ડૉક્ટરો સામે કાર્યવાહી કરી હતી. ડૉક્ટર સુરેશ ઠાકર અને ડૉક્ટર ગાયત્રીબેન ઠાકરે પણ જાહેરમાં બાયોમેડિકલ કચરો ફેંક્યો હતો, જેમને ₹20,000નો દંડ કરવામાં આવ્યો. આમ, છેલ્લા બે દિવસમાં ત્રણ ડૉક્ટરો પાસેથી કુલ ₹80,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ તમામ ડૉક્ટરોને બાયોમેડિકલ કચરાનો નિયમ મુજબ અને યોગ્ય જગ્યાએ જ નિકાલ કરવા સખત સૂચના આપી છે. જાહેર સ્થળોએ આ પ્રકારના કચરાનો બેદરકારીભર્યો નિકાલ જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.