સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગર: અંબર ચોકડી પાસે દબાણ હટાવ્યાના થોડા કલાકોમાં ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

જામનગર: અંબર ચોકડી પાસે દબાણ હટાવ્યાના થોડા કલાકોમાં ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

જામનગર શહેરની અંબર ચોકડી પાસે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ગઈકાલે ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં જ દબાણકર્તાઓએ ફરી તે જ જગ્યાએ અડિંગો જમાવી દીધા છે. આથી તંત્રની દબાણ હટાવો ઝુંબેશ માત્ર કાગળ પરની જ હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દબાણ હટાવ્યા બાદ વારંવાર પહેલા જેવી જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર કોઈ નક્કર પગલાં લેતું નથી. આ મામલે એસ્ટેટ અધિકારીએ દબાણ હટાવ્યા પછી દેખરેખ રાખવાની જવાબદારી નિરીક્ષકોની હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા. અધિકારીઓના આ વલણને કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠ્યા છે.

નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ અસરકારક બને તે માટે દબાણ હટાવ્યા પછીની દેખરેખ અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે, એમ સ્થાનિકો માને છે.