એશિયન ગેમ્સ 2026માં ભારતે સોફ્ટ ટેનિસમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. જય મીણાએ આ રમતમાં ભારત માટે પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સેમિફાઇનલમાં તેમને જાપાનના ત્સુયોયા કુરોસાકા સામે 2-4થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને તેમણે દેશનું નામ રોશન કર્યું છે.
આ એશિયન ગેમ્સમાં ભારતનો આ 9મો મેડલ છે. જેમાં ચોથો બ્રોન્ઝ મેડલ છે. આ ત્રીજો મેડલ છે જે શૂટિંગ સિવાયની રમતમાંથી આવ્યો છે.
જય મીણા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના રહેવાસી છે. બાળપણમાં તેમને ક્રિકેટ ગમતું હતું, પરંતુ શાળામાં તેમની નજર ટેનિસ તરફ ગઈ અને તેમણે સોફ્ટ ટેનિસમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ગત વર્ષે એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. હવે એશિયન ગેમ્સ 2026માં પણ તેમણે ઇતિહાસ રચ્યો છે.
ભારતના અન્ય મેડલ વિજેતાઓમાં શૂટિંગમાં ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર, વિદર્શા વિનોદ, રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન, પાર્થ રાકેશ માને, રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ, પરિનાઝ ધાલીવાલ, અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન, ભવતેજ સિંહ ગિલ અને મહિલા ક્રિકેટ ટીમનો સમાવેશ થાય છે. સુચિકા તરિયાલે મહિલા પરંપરાગત 60 કિગ્રા એમએમએમાં બ્રોન્ઝ જીત્યો છે.