ઘરને સુંદર અને સકારાત્મક બનાવવા માટે લોકો ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવે છે. તેમાં જેડ પ્લાન્ટ (મની મેગ્નેટ) ખૂબ લોકપ્રિય છે. ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં તેને ધન, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આકર્ષિત કરનારો છોડ માનવામાં આવે છે. પરંતુ જો આ છોડનાં પાંદડાં અચાનક પીળાં પડવા લાગે તો તેને માત્ર બગીચાની સમસ્યા ન સમજવી. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ તે કેટલાક સંકેત આપે છે.
પીળાં પાંદડાંના વાસ્તુ અને ફેંગશુઈ સંકેતો:
નકારાત્મક ઊર્જામાં વધારો: ઘરમાં સતત તણાવ કે ઝઘડાનું વાતાવરણ હોય તો તેની અસર છોડ પર પડે છે. જો કોઈ દેખીતા રોગ વગર છોડ સુકાઈ રહ્યો હોય, તો તે ઘરમાં સકારાત્મકતા ઘટી રહ્યાનો સંકેત છે.
ખોટી દિશા (વાસ્તુ દોષ): વાસ્તુ મુજબ જેડ પ્લાન્ટ હંમેશાં પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં જ રાખવો જોઈએ. ખોટી દિશામાં રાખવાથી છોડનો વિકાસ અટકે છે અને ઊર્જા પ્રભાવિત થાય છે.
સંબંધો અને સ્વાસ્થ્ય પર અસર: પૂર્વ દિશામાં મૂકેલો જેડ પ્લાન્ટ પીળો પડે તો તે પરિવારના સભ્યો વચ્ચે મનમુટાવ તેમજ કોઈ સભ્યની તબિયત લથડવાની શક્યતા દર્શાવે છે.
આર્થિક તંગી અને ધનહાનિ: આ છોડ સીધો સમૃદ્ધિ સાથે જોડાયેલો હોવાથી તેનું હર્યુંભર્યું રહેવું બરકતનું પ્રતીક છે, જ્યારે પીળાં પાંદડાં ભવિષ્યમાં આર્થિક સંકટ કે ધનહાનિનો ઈશારો કરે છે.
મુખ્ય દ્વાર પર રાખતી વખતે સાવચેતી: જો તમે જેડ પ્લાન્ટને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મૂક્યો હોય, તો આસપાસ ગંદકી ન થવા દો અને ભૂલથી પણ ત્યાં પગરખાં કે ચંપલ ન રાખો. સાથે જ તે જગ્યાએ પૂરતો કુદરતી પ્રકાશ અને તાજી હવા આવે તેની ખાતરી કરો.
જેડ પ્લાન્ટને સ્વસ્થ રાખવાના સરળ ઉપાય:
પીળાં પાંદડાં દૂર કરો: જે પાંદડાં પીળાં પડી ચૂક્યાં હોય તેને તાત્કાલિક કાપીને અલગ કરી દો, જેથી ચેપ આખા છોડમાં ન ફેલાય.
ઓવરવોટરિંગ ટાળો: જેડ પ્લાન્ટને વધુ પાણીની જરૂર હોતી નથી. કૂંડાની માટી ઉપરથી સૂકી દેખાય ત્યારે જ પાણી આપો, વધુ પડતા પાણીથી મૂળ સડી જાય છે.
પૂરતો સૂર્યપ્રકાશ: છોડને દરરોજ ઓછામાં ઓછો 3 થી 4 કલાકનો હળવો સૂર્યપ્રકાશ અથવા બ્રાઈટ ઇનડાયરેક્ટ લાઇટ મળે તેવી જગ્યાએ રાખો.
દિશા સુધારો: નિયમો અનુસાર છોડને તાત્કાલિક યોગ્ય દિશા એટલે કે પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો.