સત્ય. સાહસ. સંકલ્પ.

ઇસરોની એસ્ટ્રોસેટ વેધશાળાએ 11 વર્ષ પૂરાં કર્યાં, 539 સંશોધન પત્રો પ્રસિદ્ધ

ઇસરોની એસ્ટ્રોસેટ વેધશાળાએ 11 વર્ષ પૂરાં કર્યાં, 539 સંશોધન પત્રો પ્રસિદ્ધ

ભારતની પ્રથમ અંતરિક્ષ વેધશાળા, ઇસરોની એસ્ટ્રોનોમી સેટેલાઇટ (એસ્ટ્રોસેટ), એ 28 સપ્ટેમ્બર 2026ના રોજ તેની સંશોધન કાર્યશાળાના 11 વર્ષ પૂરાં કર્યાં છે. 2015માં લોન્ચ થયેલી આ વેધશાળાએ બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

એસ્ટ્રોસેટને 28 સપ્ટેમ્બર 2015ના રોજ પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ (PSLV-C30) દ્વારા પૃથ્વીથી 650 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી હતી. તેમાં પાંચ અત્યાધુનિક ટેલિસ્કોપ્સ છે: અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (UVIT), સોફ્ટ એક્સ-રે ટેલિસ્કોપ (SXT), સ્કેનિંગ એક્સ-રે સ્કાય મોનિટરિંગ (SSM), લાર્જ એરિયા ઝેનન પ્રપોશનલ કાઉન્ટર (LAXPC), અને કેડમિયમ ઝિંક ટેલ્યુરાઇડ ઇમેજર (CZTI).

આ પૈકી SXT, LAXPC અને CZTI ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે તૈયાર થયા છે. SSM ઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં અને UVIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, ઇન્ટર-યુનિવર્સિટી ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA), પુણે ખાતે બનાવવામાં આવ્યા છે.

એસ્ટ્રોસેટે નવા જન્મતા તારા, સુપરનોવા, બાઇનરી સ્ટાર સિસ્ટમ, વ્હાઇટ ડ્વાર્ફ, ન્યુટ્રોન સ્ટાર, પલ્સાર, ક્વેઝાર, બ્લેક હોલ અને દૂરની ગેલેક્સીઓનો અભ્યાસ કર્યો છે. આ સંશોધનોના આધારે વિશ્વભરમાં 539 સંશોધન પત્રો પ્રસિદ્ધ થયા છે, જે ભારતના અંતરિક્ષ વિજ્ઞાનમાં યોગદાનને દર્શાવે છે.

એસ્ટ્રોસેટ પ્રોજેક્ટના સભ્ય અને SXTના સિનિયર વૈજ્ઞાનિક ડો. કે.પી. સિંહે જણાવ્યું કે આ વેધશાળાએ બ્રહ્માંડના ઘણા રહસ્યો ઉકેલવામાં મદદ કરી છે. તેમણે કહ્યું કે સૂર્ય કરતાં 20, 50 કે 100 ગણા મોટા તારાઓમાં થતા વિસ્ફોટોનો અભ્યાસ કરવામાં એસ્ટ્રોસેટ સફળ રહી છે.

ઇસરોએ અત્યાર સુધીમાં રિમોટ સેન્સિંગ અને કમ્યુનિકેશન સેટેલાઇટ્સ દ્વારા દેશને ઘણી સેવાઓ આપી છે. એસ્ટ્રોસેટ એ દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જે ભારતને ખગોળશાસ્ત્રના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે.