ઈઝરાયલમાં 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં કોઈ પણ પક્ષ કે જૂથને સ્પષ્ટ બહુમતી ન મળતાં ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ છે. 120 સભ્યો ધરાવતી નેસેટમાં સરકાર રચવા માટે 61 બેઠકોની જરૂર છે.
વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના લિકુડ જૂથને 53 બેઠકો મળી છે, જેમાં લિકુડ પાર્ટીને 27 બેઠકો છે. બીજી તરફ, વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના જૂથને 48 બેઠકો મળી છે. અરબ પાર્ટીઓએ ઐતિહાસિક સફળતા મેળવીને 19 બેઠકો જીતી છે અને કિંગમેકરની ભૂમિકા મેળવી છે.
સત્તા ગુમાવવાના ભય વચ્ચે નેતન્યાહૂએ જાહેરમાં રાષ્ટ્રીય એકતા સરકારનો વિચાર ફગાવ્યો છે, પરંતુ લિકુડ પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર તેઓ વિપક્ષી નેતા આઇઝનકોટ સાથે ગઠબંધનના વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.
નેતન્યાહૂને એવી ચિંતા છે કે જો તેઓ પહેલ નહીં કરે તો આઇઝનકોટ અરબ પાર્ટીઓ અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો સાથે મળીને 67 બેઠકોનું નવું સમીકરણ બનાવી શકે છે. જોકે, આઇઝનકોટ ગઠબંધનમાં જોડાવા માટે અરબ પક્ષો હમાસને આતંકી સંગઠન ગણવા અને તેમના હથિયારો જપ્ત કરવાની શરતો મૂકી રહ્યા છે.