ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ત્રીજી T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. આ મેચ 27 ઓક્ટોબરે વેલિંગ્ટનમાં રમાવાની છે. ઈશાનને પહેલી T20 મેચ દરમિયાન જમણા સાથળના સ્નાયુમાં ખેંચાણ આવ્યું હતું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. નિવેદન મુજબ, ઈશાન તેની ઈજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે, પરંતુ તેઓ હજુ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. BCCIની મેડિકલ ટીમ તેમની રિકવરી પર સતત નજર રાખી રહી છે.
ઈશાનની ગેરહાજરીમાં બીજી T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને ત્રીજા નંબર પર રમવાની તક મળી હતી. જોકે, તે માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હવે ત્રીજી મેચમાં પણ વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની શક્યતા છે.
BCCIએ જણાવ્યું છે કે કુમાર કુશાગ્ર પણ ત્રીજી T20 માટે ટીમ સાથે રહેશે. ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ તેને બીજી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ઈશાનની જગ્યાએ અંતિમ-11માં કોને તક મળે છે.