દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં ઈશાન કિશને સાઉઝોન સામે 270 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના આધારે ઈસ્ટ ઝોનની ટીમે મજબૂત સ્થિતિ હાંસલ કરી હતી.
જોકે, દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરની યાદીમાં ઈશાન કિશન આઠમા ક્રમે છે. તેનાથી આગળ સાત બેટ્સમેન છે, જેમણે તેના કરતાં વધુ રન બનાવ્યા છે.
આ યાદીમાં સૌથી ટોચ પર રમન લાંબા છે, જેમણે 320 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગગન ખોડાનો ક્રમ આવે છે, જેમણે 300 રન અણનમ બનાવ્યા હતા. આ સિવાય સુરેન્દ્ર ભાવે (292), અરુણ લાલ (287), સંજય માંજરેકર (278), લાલચંદ રાજપૂત (275) અને વીરેન્દ્ર સેહવાગ (274) પણ ઈશાન કિશનથી આગળ છે.
એક રસપ્રદ વાત એ છે કે ઈશાન કિશન 250 રન બનાવ્યા બાદ બીમાર પડી ગયો હતો અને તેને રિટાયર થવું પડ્યું હતું. તે પાછો ફર્યો ત્યારે તેની લય જળવાઈ નહોતી, જેના કારણે તે ત્રેવડી સદી ફટકારી શક્યો નહોતો.
આમ છતાં, ઈશાન કિશને દુલીપ ટ્રોફી ફાઇનલમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત, ઈસ્ટ ઝોન દુલીપ ટ્રોફી ફાઇનલમાં 700થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ પણ બની છે.