સત્ય. સાહસ. સંકલ્પ.

દુલીપ ટ્રોફી ફાઇનલ: ઇશાન કિશનની અણનમ 150+, ઇસ્ટ ઝોનનો સ્કોર 470થી વધુ

દુલીપ ટ્રોફી ફાઇનલ: ઇશાન કિશનની અણનમ 150+, ઇસ્ટ ઝોનનો સ્કોર 470થી વધુ

ચેન્નઈમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇસ્ટ ઝોને મજબૂત સ્થિતિ હાંસલ કરી છે. સાઉથ ઝોન સામે ઇસ્ટ ઝોને 5 વિકેટે 470થી વધુ રન બનાવી લીધા છે. કેપ્ટન ઇશાન કિશન 150થી વધુ રન બનાવીને અણનમ છે, જ્યારે કુમાર કુશાગ્રએ પણ સદી ફટકારી છે.

ઇશાને પહેલા દિવસે અણનમ 111 રન બનાવ્યા હતા અને બીજા દિવસે પોતાની ઇનિંગ્સ આગળ વધારીને 150નો આંકડો પાર કર્યો હતો. આ તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10મી સદી છે. કુમાર કુશાગ્રએ 101 રન બનાવ્યા બાદ આઉટ થયા, પરંતુ ઇશાન હજુ પણ ક્રિઝ પર ટકેલો છે.

ઇસ્ટ ઝોનની શરૂઆત સારી રહી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં 44 રન બનાવ્યા, જ્યારે અભિમન્યુ ઈશ્વરને 72 અને શિખર મોહને 85 રનની ઇનિંગ્સ રમી. સૂર્યવંશી અને ઈશ્વરને પ્રથમ વિકેટ માટે 100 રન જોડ્યા. ત્યારબાદ ઇશાને ઇનિંગ્સ સંભાળી અને ટીમને મોટા સ્કોર તરફ દોરી.

સાઉથ ઝોન તરફથી ચામા મિલિંદ અને ત્રિપુરાના વિજયે 2-2 વિકેટ લીધી છે, જ્યારે અભિમન્યુ ઈશ્વરન રન આઉટ થયા હતા. મોહમ્મદ સિરાજ સહિત સાઉઝ ઝોનના બોલરો ઇસ્ટ ઝોનના બેટરો પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. સિરાજે 17 ઓવરમાં 109 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી શક્યા નથી.