ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાના 13 વર્ષીય પુત્ર ઈસા બટ્ટે અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હેલેનિક એકેડેમી વતી રમતા ઈસાએ સીબીસી (CBC) સામે માત્ર 146 બોલમાં 279 રન ફટકાર્યા છે. આ ઇનિંગમાં તેણે 20 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે તેણે માત્ર બાઉન્ડ્રી દ્વારા જ 240 રન મેળવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 191.10 રહ્યો હતો.
આ પ્રદર્શનને ઝિમ્બાબ્વે સ્કૂલ ક્રિકેટના શ્રેષ્ઠ પ્રદર્શનોમાં ગણવામાં આવી રહ્યું છે. ઈસા તેના પિતા સિકંદર રઝાના પગલે ચાલીને ક્રિકેટમાં આગળ વધી રહ્યો છે. ઈસાની ઇચ્છા છે કે તે તેના પિતાના રિટાયરમેન્ટ પહેલાં તેમની સાથે રમી શકે. ઉલ્લેખનીય છે કે સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે એક ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે.