સત્ય. સાહસ. સંકલ્પ.

IRCTC લાવ્યું દુબઈ-અબુ ધાબી ટૂર પેકેજ: અમદાવાદથી સીધી ફ્લાઇટ, હોટેલ અને વિઝા સામેલ

IRCTC લાવ્યું દુબઈ-અબુ ધાબી ટૂર પેકેજ: અમદાવાદથી સીધી ફ્લાઇટ, હોટેલ અને વિઝા સામેલ

જો તમે આગામી દિવસોમાં વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી બની શકે છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પ્રવાસીઓ માટે 5 દિવસ અને 4 રાતનું 'દુબઈ-અબુ ધાબી ટૂર પેકેજ' જાહેર કર્યું છે. આ પેકેજમાં પ્રવાસીઓને દુબઈ અને અબુ ધાબીના જાણીતા સ્થળો અને સાંસ્કૃતિક ધરોહરો જોવાની તક મળશે.

આ ટૂર પેકેજમાં હોટેલ બુકિંગ, ભોજન અને ફરવાની તમામ વ્યવસ્થા અગાઉથી નક્કી કરવામાં આવી છે, જેથી યાત્રીઓને કોઈ ઝંઝટ ન થાય અને તેઓ પોતાની રજાઓ આરામથી માણી શકે. અમદાવાદથી સીધી ફ્લાઇટની સુવિધા પણ આ પેકેજમાં આપવામાં આવી છે.

5 દિવસના આ ટૂરમાં પ્રવાસીઓને દુબઈ અને અબુ ધાબીના શ્રેષ્ઠ આકર્ષણો નજીકથી માણવા મળશે. જેમાં બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન અને ક્રીક ક્રૂઝની સફરથી લઈને ડેઝર્ટ સફારીમાં BBQ ડિનર અને બેલી ડાન્સ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ સામેલ છે. આ ઉપરાંત અબુ ધાબીમાં ભવ્ય BAPS હિન્દુ મંદિર અને શેખ ઝાયેદ મસ્જિદના દર્શન પણ કરાવવામાં આવશે. છેલ્લે મોલ ઓફ અમીરાતમાં ખરીદી અને મનોરંજન સાથે આ યાદગાર પ્રવાસ પૂરો થશે.

આ પેકેજમાં ફ્લાઇટ, વિઝા, હોટેલ, ભોજન અને ફરવાનો સમાવેશ થાય છે. વધુ માહિતી IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાય છે.