સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહી: તેલ તસ્કરી કરતા 4 ટેન્કર નષ્ટ, અમેરિકા પર આરોપ

હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહી: તેલ તસ્કરી કરતા 4 ટેન્કર નષ્ટ, અમેરિકા પર આરોપ

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ની નૌસેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કથિત રીતે તેલની તસ્કરી કરી રહેલા ચાર તેલ ટેન્કરો પર કાર્યવાહી કરી છે. આ જહાજો ઉત્તરી ફારસની ખાડીમાં અનધિકૃત રીતે તેલનું ટ્રાન્સફર કરી રહ્યા હોવાનું ઈરાને જણાવ્યું છે.

IRGC નૌસેનાના જણાવ્યા મુજબ, આ જહાજો નક્કી કરાયેલા દરિયાઈ નિયમોથી વિપરીત રસ્તો વાપરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન જહાજોને મદદ કરતી નેવિગેશન સિસ્ટમ પણ નષ્ટ કરવામાં આવી છે. પ્રેસ ટીવી અને ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ, ગુરુવારે રાત્રે વધુ એક ટેન્કર નષ્ટ કરાયા બાદ નિયમોનું ઉલ્લંઘન કરતા જહાજોની અવરજવર બંધ થઈ ગઈ છે.

ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તે જહાજોને પ્રતિબંધિત અને જોખમી દરિયાઈ માર્ગો પરથી પસાર થવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેના કારણે દરિયાઈ અકસ્માતો વધી રહ્યા છે.

IRGCના સૂત્રોએ ચેતવણી આપી છે કે, જો તેલની તસ્કરી ફરી શરૂ થશે તો જહાજો અને તેમની નેવિગેશન સિસ્ટમ્સ પર અગાઉ કરતાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ તેલ માર્ગોમાંનો એક છે. અહીંથી પસાર થતા તેલ પુરવઠા પર વૈશ્વિક બજારની નજર રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે આ પ્રદેશમાં તણાવ વધ્યો છે.