સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનની અમેરિકાને 7 શરતો સાથે 48 કલાકની અલ્ટીમેટમ

હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનની અમેરિકાને 7 શરતો સાથે 48 કલાકની અલ્ટીમેટમ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને અમેરિકાને સીધું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા તેની સાત શરતો માની લે તો આ માર્ગ 48 કલાકમાં ખોલી દેવામાં આવશે. વોશિંગ્ટન તરફથી હજુ સુધી આ શરતો પર સત્તાવાર જવાબ આવ્યો નથી. બીજી તરફ ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકાએ હુમલો કર્યો તો તેનો કડક જવાબ આપવામાં આવશે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે આ યુદ્ધનો ઉકેલ હુમલાઓ કે આર્થિક દબાણથી નહીં આવે. જો અમેરિકા ખરેખર શાંતિ ઈચ્છતું હોય તો તેણે ઈરાનની માંગણીઓ પર વાત કરવી પડશે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીતને લઈને આશા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બંને દેશો વચ્ચે સમજૂતી સારી દિશામાં આગળ વધી રહી છે. જોકે તેમણે એ પણ કહ્યું કે જરૂર પડશે તો અમેરિકી સેના હુમલા માટે સંપૂર્ણ તૈયાર છે.

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસિન રેઝાઈએ આ શરતોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવાના કે કતારમાં બેઠક યોજાવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. અમેરિકા આવા સમાચાર ફેલાવીને આર્થિક દબાણ ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવા માંગે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખ્યો છે અને જ્યાં સુધી અમેરિકા સાતેય શરતો નહીં માને ત્યાં સુધી તેને ખોલવામાં આવશે નહીં. અમેરિકા તરફથી પહેલા મળેલો જવાબ પૂરતો નહોતો અને તેમાં સચ્ચાઈ પણ નહોતી. અમે હજુ પણ અમેરિકાના સ્પષ્ટ અને સીધા જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

મોહસિન રેઝાઈએ અમેરિકાને ગંભીર ચેતવણી આપી છે કે જો અમેરિકી વિમાનો કોઈ અમેરિકી સૈન્ય મથક પરથી ઉડાન ભરીને ઈરાન પર બોમ્બમારો કરશે, તો ભલે તે મથક યુરોપમાં હોય કે અન્ય કોઈ દૂરના વિસ્તારમાં, ઈરાન તેના પર પણ હુમલો કરશે.

ઈરાને પોતાની તમામ સાત માંગણીઓ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.