સત્ય. સાહસ. સંકલ્પ.

જોર્ડનમાં ઈરાનના હુમલામાં અમેરિકાના 8 ફાઈટર જેટ અને એક A-10 વિમાનને નુકસાન

જોર્ડનમાં ઈરાનના હુમલામાં અમેરિકાના 8 ફાઈટર જેટ અને એક A-10 વિમાનને નુકસાન

અમેરિકા અને ઈરાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાને જોર્ડનમાં અમેરિકાના મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકાના 8 F-15 ફાઈટર જેટ અને એક A-10 થંડરબોલ્ટ વિમાનને ભારે નુકસાન થયું હતું.

અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનના હુમલામાં 8 F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું, જેને રિપેર કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત A-10 થંડરબોલ્ટ (વૉરથોગ) વિમાન પણ હુમલામાં ફસાઈ ગયું હતું. કેટલાક સૂત્રોના દાવા પ્રમાણે, આ વિમાનની એક પાંખ ગાયબ થઈ ગઈ હતી.

ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ કરવો પડ્યો હતો, જે તેના માટે ખૂબ ખર્ચાળ સાબિત થયો છે.

હુમલા બાદ અનેક વીડિયો સામે આવ્યા હતા, જેમાં અમેરિકાના નુકસાન થયેલા સી હૉક હેલિકોપ્ટર અને ફાઈટર જેટને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.