સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાનની મોટી જાહેરાત: હવે અરબ સાગરમાંથી પણ દુશ્મન દળોને હટાવીશું

ઈરાનની મોટી જાહેરાત: હવે અરબ સાગરમાંથી પણ દુશ્મન દળોને હટાવીશું

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ જાહેરાત કરી છે કે ઈરાની સેના હવે અરબ સાગરમાં પણ પોતાની હાજરી મજબૂત કરશે અને દુશ્મન દળોને ત્યાંથી હટાવશે. આ નિવેદન તેમણે હિઝબુલ્લાહ નેતા હસન નસરૂલ્લાહના મૃત્યુની બીજી વરસી અને ઈરાન-ઈરાક યુદ્ધની યાદ સાથે આપ્યું હતું.

ખામેનેઈએ કહ્યું કે દુશ્મન દળો પહેલેથી જ દક્ષિણ ઈરાનના જળસીમાથી પાછળ હટીને અરબ સાગર સુધી પહોંચી ગયા છે. હવે તેમને ત્યાંથી પણ બહાર કાઢવામાં આવશે. તેમણે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરતાં ઈરાની જવાનોએ દુશ્મનોને વારંવાર જડબાતોડ જવાબ આપ્યો છે, જેના કારણે દુશ્મનો આગળ વધવાની હિંમત કરી શકતા નથી.

હસન નસરૂલ્લાહને 2024માં ઈઝરાયલે મારી નાખ્યો હતો. તેમના મૃત્યુની બીજી વરસી નિમિત્તે ખામેનેઈએ ઈરાની ફોજ અને હોર્મુઝની રક્ષા કરતાં લડવૈયાઓની બહાદુરીની પ્રશંસા કરી હતી.

અરબ સાગર અને હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્ત્વના સમુદ્રી માર્ગોમાં ગણાય છે. આ માર્ગે મોટા પ્રમાણમાં તેલની હેરફેર થાય છે. ઈરાનનું આ વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.

ખામેનેઈએ ચેતવણી આપી કે દુશ્મન જેટલો આગળ વધવાનો પ્રયાસ કરશે, એટલું જ પોતાનું નુકસાન કરશે. ઈરાન પોતાની સમુદ્રી તાકાત વધુ મજબૂત બનાવી રહ્યું છે અને દક્ષિણના વિસ્તારોમાં દુશ્મનોને પાછળ ધકેલવાનો દાવો કર્યો છે. હવે અરબ સાગરને સંપૂર્ણપણે મુક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વાત એ દેશો માટે ચિંતાનો વિષય બની શકે છે, જેઓ આ વિસ્તારમાં પોતાની હાજરી જાળવી રહ્યા છે.