સત્ય. સાહસ. સંકલ્પ.

IPL રિટેન્શનની તારીખ 2 દિવસ લંબાઈ, હવે 17 નવેમ્બર સુધી લિસ્ટ જમા કરાવી શકાશે

IPL રિટેન્શનની તારીખ 2 દિવસ લંબાઈ, હવે 17 નવેમ્બર સુધી લિસ્ટ જમા કરાવી શકાશે

ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળ (BCCI) એ IPL ફ્રેન્ચાઇઝી માટે પોતાના ખેલાડીઓનું રિટેન્શન લિસ્ટ જમા કરાવવાની ડેડલાઇન બે દિવસ વધારી છે. હવે ફ્રેન્ચાઇઝી 17 નવેમ્બર સુધી ખેલાડીઓનું લિસ્ટ ફાઇનલ કરી શકશે. અગાઉ આ ડેડલાઇન 15 નવેમ્બરની હતી.

BCCIએ ટીમોને મોકલેલા ઈમેલમાં જણાવ્યું છે કે, રિટેન્શન પ્રક્રિયા પૂરી કરવા માટે વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોકે, IPL મિની ઓક્શનની તારીખ અને સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.

કહેવામાં આવી રહ્યું છે કે, ડેડલાઇન લંબાવવાનું કારણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી વનડે 15 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈના ઓવલ ખાતે રમાશે. આથી BCCIએ ટીમોને રિટેન્શન પ્રક્રિયા પૂરી કરવા વધુ સમય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બરે મિની ઓક્શનના દિવસે પણ ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં વનડે મેચ રમાવાની છે. જોકે, BCCIએ આ મેચના શેડ્યુલમાં ફેરફાર કરવાનો કોઈ સંકેત આપ્યો નથી.