આઈપીએલ 2027ની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો ખુલ્લી છે. અત્યાર સુધી આઠ ટ્રેડ ડીલ થઈ ચૂકી છે, જેમાં ઋષભ પંત અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓની અદલાબદલી થઈ છે. હવે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ત્રણ ખેલાડીઓની ટ્રેડ ડીલની ચર્ચા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશસ્વી જાયસ્વાલ, સંદીપ શર્મા અને વિગ્નેશ પુથુર લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાઈ શકે છે. તેની સામે નિકોલસ પુરન અથવા જોશ ઈંગ્લિસ અને પ્રિન્સ યાદવ રાજસ્થાન રોયલ્સમાં જઈ શકે છે. જોકે, બંને ફ્રેન્ચાઈઝી તરફથી આ ડીલની સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે પણ એક ડીલની ચર્ચા છે. રિપોર્ટ મુજબ, ગુજરાત ટાઈટન્સે ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના બદલે ફિનિશર આશુતોષ શર્માને લેવાની ઓફર દિલ્હી કેપિટલ્સને કરી છે. આ ડીલ પણ હજુ સત્તાવાર નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સથી પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહની પંજાબથી મુંબઈમાં અદલાબદલી પર મહોર લાગી ચૂકી છે, પરંતુ તેની પણ સત્તાવાર જાહેરાત બાકી છે.