ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 17 નવેમ્બરની સમયમર્યાદા સુધીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાળવી રાખેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની અંતિમ યાદી સુપરત કરી દીધી છે. રિટેન્શન લિસ્ટ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દરેક ટીમ પાસે હરાજીમાં ખર્ચ કરવા માટે કેટલી રકમ બાકી છે અને તેમને કેટલા ખેલાડીઓની જરૂર છે.
લખનૌ સુપર જાયન્ટ્સ પાસે સૌથી વધુ રકમ બાકી છે. રિટેન્શન પછી તેમની પાસે ₹47.45 કરોડ બાકી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ₹41.65 કરોડ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ₹40.15 કરોડ બાકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછી રકમ ₹8.75 કરોડ બાકી છે.
ખેલાડીઓની ખાલી જગ્યાઓની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી વધુ નવ-નવ ખેલાડીઓની જગ્યા છે. બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછી ત્રણ જગ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે પણ ફક્ત પાંચ જગ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ મહત્તમ સાત ખેલાડીઓ ખરીદી શકે છે.
દરેક ટીમની સ્થિતિ નીચે મુજબ છે:
- લખનૌ સુપર જાયન્ટ્સ: પર્સ ₹47.45 કરોડ, કુલ ખાલી જગ્યા 7, વિદેશી ખેલાડીઓની જગ્યા 3
- કોલકાતા નાઇટ રાઇડર્સ: પર્સ ₹41.65 કરોડ, કુલ ખાલી જગ્યા 8, વિદેશી ખેલાડીઓની જગ્યા 3
- સનરાઇઝર્સ હૈદરાબાદ: પર્સ ₹40.15 કરોડ, કુલ ખાલી જગ્યા 7, વિદેશી ખેલાડીઓની જગ્યા 3
- દિલ્હી કેપિટલ્સ: પર્સ ₹39.50 કરોડ, કુલ ખાલી જગ્યા 9, વિદેશી ખેલાડીઓની જગ્યા 4
- મુંબઈ ઇન્ડિયન્સ: પર્સ ₹32.60 કરોડ, કુલ ખાલી જગ્યા 9, વિદેશી ખેલાડીઓની જગ્યા 2
- ચેન્નાઈ સુપર કિંગ્સ: પર્સ ₹28.05 કરોડ, કુલ ખાલી જગ્યા 6, વિદેશી ખેલાડીઓની જગ્યા 2
- રાજસ્થાન રોયલ્સ: પર્સ ₹27.05 કરોડ, કુલ ખાલી જગ્યા 6, વિદેશી ખેલાડીઓની જગ્યા 3
- પંજાબ કિંગ્સ: પર્સ ₹18.60 કરોડ, કુલ ખાલી જગ્યા 6, વિદેશી ખેલાડીઓની જગ્યા 2
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: પર્સ ₹14.15 કરોડ, કુલ ખાલી જગ્યા 5, વિદેશી ખેલાડીઓની જગ્યા 1
- ગુજરાત ટાઇટન્સ: પર્સ ₹8.75 કરોડ, કુલ ખાલી જગ્યા 3, વિદેશી ખેલાડીઓની જગ્યા 2
IPL 2027 મિની ઓક્શન 16 ડિસેમ્બર, 2026ના રોજ ગોવામાં યોજાશે, જ્યાં બધી 10 ટીમો તેમની ટીમની ખાલી જગ્યાઓ ભરવા માટે બોલી લગાવશે. ત્રણ વર્ષના 2025-27 ચક્રની શરૂઆતમાં ફ્રેન્ચાઇઝીનું પર્સ ₹120 કરોડ હતું. નિયમો અનુસાર, દરેક મિની ઓક્શન પહેલા ટીમોના પર્સમાં વધારાના ₹5 કરોડ ઉમેરવામાં આવે છે. પરિણામે, બધી ટીમો 16 ડિસેમ્બરે ગોવામાં કુલ ₹130 કરોડ સાથે હરાજીમાં પ્રવેશ કરશે.