સત્ય. સાહસ. સંકલ્પ.

iPhone 18 Pro દુબઈમાં ભારત કરતાં ₹33,000 સસ્તો: ફ્લાઇટ અને વિઝા ખર્ચ પછી પણ બચત

iPhone 18 Pro દુબઈમાં ભારત કરતાં ₹33,000 સસ્તો: ફ્લાઇટ અને વિઝા ખર્ચ પછી પણ બચત

નવા આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સ ખરીદવા માટે ભારતીય ગ્રાહકો દુબઈ તરફ વળી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે: ભારત અને યુએઈ વચ્ચેની કિંમતમાં મોટો તફાવત. ગ્રાહકોનું કહેવું છે કે હવાઈ ટિકિટ અને વિઝાનો ખર્ચ ઉમેર્યા પછી પણ દુબઈમાંથી આઈફોન ખરીદવો સસ્તો પડે છે.

ભારતમાં આઈફોન 18 પ્રોની શરૂઆતની કિંમત સંજય લેલા અનુસાર 1.65 લાખ રૂપિયા છે, જ્યારે દુબઈમાં તે લગભગ 1.32 લાખ રૂપિયામાં મળે છે. આમ, પ્રારંભિક ભાવમાં જ ₹33,000નો તફાવત છે. 18 સપ્ટેમ્બરે દુબઈ મોલના એપલ સ્ટોર પર વેચાણ શરૂ થતાં જ ભારતીય ગ્રાહકોએ આ ગણતરી કરી લીધી હતી.

મુંબઈના અમન સોલંકીએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું કે, આ તફાવત દુબઈની સફરને યોગ્ય ઠેરવે છે. તેમણે કહ્યું, “ફ્લાઇટ ટિકિટ અને વિઝાના ખર્ચા પછી પણ તે સસ્તો પડે છે.” તેમણે ઉમેર્યું કે એકથી વધુ ફોન ખરીદવા પર ₹50,000થી ₹60,000 સુધીની બચત થઈ શકે છે.

કેરળના મોહમ્મદ સૈયદે પરિવારને મળવા દુબઈ ગયા ત્યારે ભારત અને યુએઈની કિંમતો સરખાવી. તેમણે આઈફોન 18 પ્રો મેક્સ ખરીદવાનું નક્કી કર્યું અને કહ્યું, “ભારતમાં કરવેરાને કારણે ભાવ ઘણા ઊંચા છે. મને નવા આઈફોન પર લગભગ ₹20,000થી ₹30,000ની બચત થઈ.”

દુબઈમાં આઈફોન સસ્તો કેમ? મુખ્ય કારણ કરવેરામાંનો તફાવત છે. યુએઈમાં સ્માર્ટફોન પર માત્ર 5% વેટ લાગે છે, જ્યારે ભારતમાં ઊંચા કર અને આયાત જકાતને કારણે ભાવ વધી જાય છે. ₹1.5 લાખથી મોંઘા પ્રીમિયમ ફોન પર આ તફાવત ₹30,000થી ₹40,000 સુધીની બચતમાં પરિવર્તિત થાય છે. નોંધનીય છે કે આ તફાવત જૂના મોડલનો નહીં, પરંતુ બંને દેશોમાં વેચાતા સમાન નવા પ્રો મોડલ્સનો છે.

એરટેલ ડિજિટલના માર્કેટિંગ મેનેજર અભિષેક થોમસના જણાવ્યા મુજબ, આવો ભાવ તફાવત દર્શાવે છે કે કિંમત માત્ર ખરીદી પર જ નહીં, પણ ખરીદીના સ્થળ પર પણ અસર કરે છે. તેમણે કહ્યું કે જો કોઈ દુબઈ ફરવા જાય અને સાથે આઈફોન પણ ખરીદી લાવે, તો તે ફાયદાકારક સોદો બને છે. જોકે, ભારત લાવતી વખતે કસ્ટમ્સના નિયમો અને ટેક્સમાં મળતી છૂટની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે.

આઈફોન 18 પ્રો અને પ્રો મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી આપવામાં આવી છે. એપલે 9 સપ્ટેમ્બરે આ મોડલ્સ લોન્ચ કર્યા હતા. આમાં 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા (મુખ્ય, ટેલિફોટો અને અલ્ટ્રાવાઇડ) છે. એપલનો દાવો છે કે એક વાર ચાર્જ કર્યા પછી 18 પ્રો 24 કલાક અને 18 પ્રો મેક્સ 30 કલાક સુધી ચાલશે. ફોન માત્ર 15 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં 18 સપ્ટેમ્બરે વેચાણ શરૂ થતાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિતના એપલ સ્ટોર્સ પર લાંબી લાઈનો લાગી હતી. દેશભરમાં એપલના કુલ 6 રિટેલ સ્ટોર છે.