સત્ય. સાહસ. સંકલ્પ.

હનુમાનજીના સ્મરણથી બચ્યો 182 જણનો જીવ: ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરી

હનુમાનજીના સ્મરણથી બચ્યો 182 જણનો જીવ: ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરી

30 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાયદુબઈ એરલાઈન્સનું વિમાન ઇઝરાયલના તેલ અવીવ તરફ ઉડ્યું હતું. ટેક ઓફના અઢી કલાક બાદ વિમાનની ઝડપ 760 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 1110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ અને ઊંચાઈ 34 હજાર ફૂટથી ઘટીને 17 હજાર ફૂટ થઈ ગઈ. સાઉદી અરેબિયાના આકાશમાં પ્રવેશેલા આ વિમાનનું સંતુલન બગડ્યું અને સવારે 9:28 કલાકે ઇમરજન્સી કોડ 7700નો સંદેશ મળ્યો. આ કોડ દર્શાવે છે કે વિમાનમાં અપહરણ જેવી ઘટના બની છે.

યાત્રીઓ ડરી ગયા હતા ત્યારે વિમાનમાંથી ટ્રાન્સપોન્ડર કોડ 7500 થઈ ગયો. વિમાનમાં સવાર લોકો પોતાના ઇષ્ટદેવની પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં જ કોકપીટનો દરવાજો ખૂલ્યો અને લોહીલુહાણ હાલતમાં પાયલોટ સ્મિત મચ્છર દેખાયા.

UAEની તપાસ મુજબ આ આતંકી ષડયંત્ર હતું. ઓમાનનો એક પાયલોટ આ ષડયંત્રમાં સામેલ થઈને ભારતીય પાયલોટ સ્મિત પર હુમલો કરે છે. સ્મિતે શૌર્યતા દર્શાવીને તેનો સામનો કર્યો અને તેના કારણે જ અન્ય યાત્રીઓએ ષડયંત્રમાં સામેલ ઓમાની પાયલોટને પકડી લીધો. ત્યારબાદ વિમાનનો રૂટ બદલીને જોર્ડનના હવાઈમાર્ગથી સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું.

ફ્લાયદુબઈ એરલાઈન્સનો દાવો છે કે વિમાનમાં સવાર તેના અન્ય ક્રૂએ વિમાનનો નિયંત્રણ સંભાળી લીધું અને તેને સાઉદી અરેબિયાના શહેર તાબુકમાં ઉતાર્યું. ગુજરાતી મૂળના ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરી અને અદભુત સંયમ સાથેની સતર્કતાના કારણે જ 174 યાત્રીઓ સહિત 8 ક્રૂ મેમ્બરના જીવ બચ્યા.

સ્મિત મચ્છર હાલ સારવાર હેઠળ છે. ઇઝરાયલના પ્રેસિડેન્ટ, અમેરિકાના પ્રમુખ સહિત દુનિયાભરના દેશોમાં સ્મિતના શૌર્યની ચર્ચા થઈ રહી છે. આ ઘટના કોઈ ચમત્કારથી કમ નથી. પ્રધાનમંત્રી મોદીએ આજે સ્મિત સાથે વીડિયોકોલ દ્વારા વાત કરી, ત્યારે આ ચમત્કાર પાછળની આધ્યાત્મિક શક્તિ ઉજાગર થઈ. આપણો આ બહાદુર દીકરો અને સમગ્ર મચ્છર પરિવાર બજરંગબલીના પ્રચંડ ભક્ત છે. સ્મિતે પોતે પણ કહ્યું કે તેમણે આ શૌર્ય હનુમાનજીના સ્મરણ સાથે પ્રાપ્ત કર્યું છે.