સત્ય. સાહસ. સંકલ્પ.

ઇન્ડિયન બેંકની 555 દિવસની FD: વરિષ્ઠ નાગરિકોને 7.40% સુધી વ્યાજ

ઇન્ડિયન બેંકની 555 દિવસની FD: વરિષ્ઠ નાગરિકોને 7.40% સુધી વ્યાજ

ઇન્ડિયન બેંક, જે એક જાહેર ક્ષેત્રની બેંક છે, તે ગ્રાહકોની જુદી જુદી જરૂરિયાતો માટે વિવિધ બચત યોજનાઓ ઓફર કરે છે. તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર બેંક આકર્ષક વ્યાજ દર આપે છે. આ લેખમાં આપણે જોઈશું કે ઇન્ડિયન બેંકની 555 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે અને વરિષ્ઠ નાગરિકોને શું ફાયદો થાય છે.

ઇન્ડિયન બેંકમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધની મુદત માટે FD ખાતું ખોલી શકાય છે. ટૂંકા ગાળા માટે 7 દિવસની FD શક્ય છે, જ્યારે લાંબા ગાળા માટે 10 વર્ષ સુધીની FD કરી શકાય છે.

₹3 કરોડથી ઓછી રકમની FD પર ઇન્ડિયન બેંક 2.80% થી 7.40% સુધીના વ્યાજ દર આપે છે. બેંકની ખાસ 'IND Grow' 555-દિવસની FD યોજના પર 6.65% થી 7.40% સુધીનું વ્યાજ મળે છે.

555 દિવસની FD પર 59 વર્ષ સુધીના ગ્રાહકોને 6.65% વ્યાજ મળે છે. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 7.15% વ્યાજ આપવામાં આવે છે. જ્યારે 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને આ જ યોજના પર 7.40% સુધીનું વ્યાજ મળે છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બેંક સામાન્ય ગ્રાહકોની તુલનામાં વરિષ્ઠ નાગરિકોને FD પર 0.50% વધારે વ્યાજ આપે છે. વધુમાં, 80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને પસંદગીની FD યોજનાઓ પર વરિષ્ઠ નાગરિકો કરતાં 0.25% વધારે વ્યાજ આપવામાં આવે છે.