સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારો, જાણો શું છે ભારત માટે રાજકીય મહત્ત્વ

અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારો, જાણો શું છે ભારત માટે રાજકીય મહત્ત્વ

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણીમાં 57 ભારતીય-અમેરિકન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી અમેરિકન કોંગ્રેસ, ગવર્નર, એટર્ની જનરલ, સ્ટેટ સેનેટ, સ્ટેટ હાઉસ અને સ્થાનિક સંસ્થાઓની બેઠકો માટે યોજાય છે. અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીય મૂળના લોકોનો હિસ્સો લગભગ 1.3% છે, પરંતુ હવે તેમની રાજકીય ભાગીદારી મતદાર તરીકે પૂરતી સીમિત ન રહેતાં સત્તાના ઉચ્ચ સ્તરો સુધી પહોંચી છે.

મિડટર્મ ચૂંટણી એ અમેરિકન પ્રમુખના ચાર વર્ષના કાર્યકાળના બે વર્ષ પછી યોજાતી ચૂંટણી છે. તે અમેરિકન સંસદના બે ગૃહો – હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (435 બેઠક) અને સેનેટ (100માંથી લગભગ 35 બેઠક) – પર કોનું નિયંત્રણ રહેશે તે નક્કી કરે છે. આ ચૂંટણીને વર્તમાન પ્રમુખની આર્થિક નીતિઓ, મોંઘવારી, બેરોજગારી અને વિદેશ નીતિ અંગેનો જનમત ગણવામાં આવે છે. જો વિપક્ષને બહુમતી મળે તો પ્રમુખ માટે નવા કાયદા ઘડવા અને બજેટ પાસ કરાવવું મુશ્કેલ બની જાય છે.

આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોમાં ગવર્નર, એટર્ની જનરલ, મેયર, લેફ્ટનન્ટ ગવર્નર, સ્ટેટ ટ્રેઝરર, કોંગ્રેસમેન, સ્ટેટ સેનેટર અને સ્ટેટ હાઉસના સભ્યોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, વિવેક રામાસ્વામી (ગવર્નર, ઓહાયો, રિપબ્લિકન), સરિતા કુમાટીરેડ્ડી (સ્ટેટ એટર્ની જનરલ, ન્યૂયોર્ક, રિપબ્લિકન), નિત્યા રમણ (મેયર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા), અરુણા મિલર (લેફ્ટનન્ટ ગવર્નર, મેરીલેન્ડ, ડેમોક્રેટ્સ), સ્વાતિ જોશી (સ્ટેટ ટ્રેઝર, ન્યૂ જર્સી, ડેમોક્રેટ્સ) વગેરે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં પ્રમિલા જયપાલ (વૉશિંગ્ટન-07, ડેમોક્રેટ્સ), રો ખન્ના (કેલિફોર્નિયા-17, ડેમોક્રેટ્સ), અમી બેરા (કેલિફોર્નિયા-06, ડેમોક્રેટ્સ), શ્રી થાનેદાર (મિશિગન-13, ડેમોક્રેટ્સ), સુહાસ સુબ્રમણ્યમ (વર્જિનિયા-10, ડેમોક્રેટ્સ), અમિષ શાહ (એરિઝોના-01, ડેમોક્રેટ્સ), પિયા દાંડિયા (ફ્લોરિડા-22, ડેમોક્રેટ્સ), રિતેશ ટંડન (કેલિફોર્નિયા-17, રિપબ્લિકન્સ), નીલ પારેખ (ટેક્સાસ-04, રિપબ્લિકન્સ), રેશ્મા સાઉજાની (ન્યૂ યોર્ક-12, ડેમોક્રેટ્સ), પ્રશાંત રેડ્ડી (કેન્સાસ-03, રિપબ્લિકન્સ), કવિતા શ્રીવાસ્તવ (જ્યોર્જિયા-11, ડેમોક્રેટ્સ), સંજીવ જોશી (ઈલિનોઇ-05, રિપબ્લિકન્સ), મેઘના પટેલ (પેન્સિલવેનિયા-08, ડેમોક્રેટ્સ), વિક્રમ વર્મા (ઓહાયો-02, રિપબ્લિકન્સ) વગેરે ઉમેદવારો છે.

સ્ટેટ સેનેટ અને સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં પૂજા સેઠી (ટેક્સાસ-47, ડેમોક્રેટ્સ), કેશવ રાજા (નોર્થ કેરોલિના-15, રિપબ્લિકન્સ), સંજય પટેલ (ફ્લોરિડા-53, ડેમોક્રેટ્સ), વર્ષા સિંગલ (કેન્સાસ-28) વગેરે ઉમેદવારો છે. (અહેવાલ અપૂર્ણ છે.)