સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વનડે સીરીઝ: સ્મૃતિ, હરમનપ્રીત સહિત ખેલાડીઓ પહોંચ્યા

વડોદરામાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વનડે સીરીઝ: સ્મૃતિ, હરમનપ્રીત સહિત ખેલાડીઓ પહોંચ્યા

વડોદરાના કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે આગામી 23, 25 અને 28 ઓક્ટોબરે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચો રમાવાની છે. આ સીરીઝ માટે ભારતીય મહિલા ટીમના નવનિયુક્ત કપ્તાન સ્મૃતિ મંધાના, ભૂતપૂર્વ કપ્તાન હરમનપ્રીત કૌર, ઉપકપ્તાન દીપ્તિ શર્મા અને વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા સહિતની સ્ટાર ખેલાડીઓ વડોદરા એરપોર્ટ પર પહોંચી છે. એરપોર્ટ પર ચાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ હયાત પ્લેસ વડોદરા ખાતે રોકાશે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ વેલકમહોટેલ બાય આઈટીસી હોટલ્સ ખાતે ઉતરશે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના 900થી વધુ સભ્યોએ ત્રણેય મેચોની ટિકિટો મેળવી લીધી છે. ચાહકો ‘ટિકિટ જીની’ એપ મારફતે પણ ટિકિટો ખરીદી રહ્યા છે.

આ સીરીઝ સાથે વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનો રોમાંચ જોવા મળશે.