સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડે સિરીઝ: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર સહિતની ખેલાડીઓ વડોદરા પહોંચી

વડોદરામાં ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડે સિરીઝ: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર સહિતની ખેલાડીઓ વડોદરા પહોંચી

વડોદરામાં આગામી 23, 25 અને 28 ઓક્ટોબરે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે. આ મેચો કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે યોજાશે.

ભારતીય મહિલા ટીમનાં નવનિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાના, ભૂતપૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ કેપ્ટન દીપ્તિ શર્મા અને વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા સહિતની સ્ટાર ખેલાડીઓ વડોદરા એરપોર્ટ પર પહોંચી છે. ખેલાડીઓનું એરપોર્ટ પર આગમન થતાં ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભારતીય ટીમ હયાત પ્લેસ વડોદરા ખાતે રોકાશે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ વેલકમહોટેલ બાય આઈટીસી હોટલ્સ ખાતે રોકાશે. ઝિમ્બાબ્વેની ટીમ સજના સમયે વડોદરા આવશે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના 900થી વધુ સભ્યોએ ત્રણેય મેચની ટિકિટો મેળવી લીધી છે. ‘ટિકિટ જીની’ એપ મારફતે પણ ક્રિકેટપ્રેમીઓ ટિકિટો ખરીદી રહ્યા છે. આ સિરીઝ પ્રત્યે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોટંબી સ્ટેડિયમમાં યોજાનારી આ ત્રણેય મેચોમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની પ્રતિભા અને રોમાંચનો સંગમ જોવા મળશે.