સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સ્મૃતિ મંધાના ઓલ-ફોર્મેટ કેપ્ટન

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સ્મૃતિ મંધાના ઓલ-ફોર્મેટ કેપ્ટન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમાશે. બીસીસીઆઈએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.

સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે. તે હવે ટેસ્ટમાં પણ કેપ્ટન બની છે, એટલે હવે તે ઓલ-ફોર્મેટ કેપ્ટન ગણાશે. ત્રણેય સિરીઝમાં ટીમમાં કેટલાક નવા ચહેરા પણ સામેલ કરવામાં આવ્યા છે.

પ્રવાસનું શેડ્યૂલ:

એકમાત્ર ટેસ્ટ મેચ 9 ડિસેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 16 ડિસેમ્બરે પહેલી વનડે, 19 ડિસેમ્બરે બીજી વનડે અને 22 ડિસેમ્બરે ત્રીજી વનડે રમાશે. ટી20 સિરીઝની પહેલી મેચ 26 ડિસેમ્બરે, બીજી મેચ 29 ડિસેમ્બરે અને ત્રીજી તથા અંતિમ મેચ 30 ડિસેમ્બરે રમાશે.

ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિન્તિમણિ કલિતા અને સયાલી સતઘરે.

વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિન્તિમણિ કલિતા અને સયાલી સતઘરે.

ટી20 ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી અને સયાલી સતઘરે.