સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી 44 વર્ષ પછી જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી 44 વર્ષ પછી જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2026ની મહિલા હોકી ફાઇનલમાં ભારતે ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે લોસ એન્જલસમાં યોજાનારી 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. મહિલા હોકીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે અને 44 વર્ષની લાંબી રાહ પૂરી થઈ છે.

મેચમાં ભારતે શરૂઆતથી જ ચીન પર દબાણ જાળવી રાખ્યું હતું. છઠ્ઠી મિનિટે બલજીત કૌરને ગ્રીન કાર્ડ મળ્યું, પણ ટીમે આક્રમણ ચાલુ રાખ્યું. 10મી મિનિટે લાલરેમસિયામીએ ફિલ્ડ ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. આ તેની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ત્યારબાદ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, પણ તેનું ગોલમાં રૂપાંતર થઈ શક્યું નહીં. પ્રથમ ક્વાર્ટરના અંત સુધી ભારત 1-0થી આગળ રહ્યું.

બીજા ક્વાર્ટરમાં ચીને આક્રમક રમત રમીને ભારત પર સતત દબાણ જાળવ્યું. ચીનને બરાબરી કરવાની સૌથી મોટી તક પેનલ્ટી સ્ટ્રોક પર મળી, પણ ભારતની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ શાનદાર બચાવ કરીને ગોલ થતો અટકાવ્યો. ચીને આક્રમણ ચાલુ રાખ્યું, પણ ભારતીય ડિફેન્ડર્સે દરેક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. 28મી મિનિટે ચીની ખેલાડી વેન ડેનને ફાઉલ માટે ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું. હાફટાઇમ સુધી ભારત 1-0થી આગળ રહ્યું.